સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં બે ફાયર-ઑફિસરની ધરપકડ

01 June, 2019 07:54 AM IST  |  સુરત

સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં બે ફાયર-ઑફિસરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૩ માસૂમ વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યાં હતાં. આ કેસમાં ગુરુવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચે પાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર-ઑફિસર એસ. કે. આચાર્ય અને ફાયર- ઑફિસર કીર્તિ મોઢની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગુરુવાર સવારથી જ પાલિકાના અધિકારીઓની પૂછપરછ શરૂ કરતાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ખુદ પોલીસ-કમિશનરે ક્રાઇમ બ્રાન્ચની ઑફિસમાં લાંબો સમય સુધી હાજર રહી તપાસ સંબંધિત વિગતો મેળવી હતી. બીજી તરફ ચોમેરથી માછલાં ધોવાયા બાદ ડીજીવીસીએલની ટીમે તપાસ રિપોર્ટ ક્રાઇમ બ્રાન્ચને સબમિટ કર્યો હતો, જે રિપોર્ટના આધારે ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરશે.

ક્રાઇમ બ્રાન્ચ બન્ને આરોપીની તક્ષશિલાની માલિકી બાબતે, કબજા રસીદ વિશે તથા ઇમ્પૅક્ટ ફી વિશે વિગતો મેળવવા પૂછપરછ કરી રહી છે. તક્ષશિલાના ગેરકાયદે સ્ટ્રક્ચર બાબતે કોણ જવાબદાર છે તથા ઇમ્પૅક્ટ ફી કયા ફ્લોરની કોના નામે ભરી અ બાબતે પણ વિગતો મેળવવા તજવીજ હાથ ધરાઈ છે. આ કેસમાં પાલિકાના અધિકારી દ્વારા ગેરરીતિ કરવામાં આવી છે કે કેમ અ દિશામાં પણ તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો : ગુજરાત પોલીસનો આદેશ : રથયાત્રાના કારણે રજા માગવી નહીં

કમિશનર દોઢ-બે કલાક ક્રાઇમ બ્રાન્ચમાં હાજર રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી હતી અને મોડી રાત્રે ડે. ચીફ ફાયર-ઑફિસર એસ. કે. આચાર્ય અને ફાયર- ઑફિસર કીર્તિ મોઢની ધરપકડ કરાતાં પાલિકા વર્તુળમાં સન્નાટો વ્યાપી ગયો છે.

gujarat surat