ગુજરાત બોર્ડ ધોરણ 10માંનુ 66.97% પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી

21 May, 2019 08:55 AM IST  |  ગુજરાત

ગુજરાત બોર્ડ ધોરણ 10માંનુ 66.97% પરિણામ જાહેર, છોકરીઓએ મારી બાજી

ગુજરાત બોર્ડ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10માનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે કુલ 66.97 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વેબસાઈટ પર ધોરણ 10માંનું પરિણામ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે.  

આ વર્ષે સુરત જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. સુરતના 98 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા. ત્યારબાદ અમદાવાદના શહેર અને ગ્રામ્યના કુલ 1.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા.

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પહેલા ક્રમાંકે આવ્યો છે. સુરત જિલ્લાનું બોર્ડનું રિઝલ્ટ 79.63% છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું છે, આ જિલ્લાનું પરિણામ 46.83% આવ્યું છે. સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર સુપાસી ગીર સોમનાથ જિલ્લાનું રિઝલ્ટ 95.96 ટકા આવ્યું છે. 

366 શાળાઓનું 100 ટકા રિઝલ્ટ

ધોરણ 10માંનું 100 ટકા રિઝલ્ટ ધરાવતી 366 શાળાઓ છે. જ્યારે 995 શાળાઓ એવી છે જેનું 30 ટકા કરતા પણ ઓછું પરિણામ છે અને 63 શાળાઓ એવી છે જેનું પરિણામ 0 ટકા છે.

ગુજરાતી માધ્યમનું 10માં ધોરણનું રિઝલ્ટ 64.58% છે, હિન્દી માધ્યમની વાત કરીએ તો તેનું 72.66% અને અંગ્રેજી મીડિયમનું 88.11% છે.

પરિણામમાં છોકરીઓએ મારી બાજી

જાહેર થયેલા 10માં ધોરણના પરિણામમાં છોકરીઓએ બાજી મારી છે. છોકરીઓનું 72.66% પરિણામ આવ્યું છે, ત્યારે છોકરાઓનું રિઝલ્ટ 62.38% આવ્યું છે.

રાજ્યમાં GSEB ધોરણ-10નું પરિણામ જાહેર

- www.gseb.org વેબસાઇટ પર મુકાયું પરિણામ

- રાજ્યમાં 11.59 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

- ગત વર્ષે 67.50 ટકા આવ્યું હતું પરિણામ

ahmedabad gujarat surat