GSEB 12th Result:આજે આવશે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે જાણો

09 May, 2019 08:57 AM IST  |  ગાંધીનગર

GSEB 12th Result:આજે આવશે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે જાણો

આજે GSEB 12th Result જાહેર થશે. ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ GSEB ગુરુવારે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરશે. ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જોઈ શકાશે. સવારે 8 વાગ્યાથી રિઝલ્ટ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે.

GSEB 12th Result ગુરવારે 9મી મેએ જાહેર થઈ રહ્યું છે, ત્યારે આર્ટ્સ અને કોમર્સનું પણ આ જ મહિને પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 10મી મેના રોજ અને અન્ય પ્રવાહના પરિણામો 31 મેના રોજ જાહેર થયા હતા.

આ રીતે ચેક કરો પરિણામ

- બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર લોગ ઈન કરો
- નીચે દેખાતા Result ટેબ પર ક્લિક કરો
- HSC result 2019 પર ક્લિક કરો
- ડિટેઈલ્સ ભરીને લોગ ઈન કરો
- સબમિટ બટન પર ક્લિક કરો
- રિઝલ્ટ જોઈને ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુરુવારે GUJCETનું પરિણામ પણ જાહેર થઈ રહ્યું છે. GSEB ગુરુવારે GUJCETનું પણ પરિણામ ગુરવારે જાહેર કરવાની છે. વિદ્યાર્થીઓ આ પરિણામ પણ gseb.org પર જઈને ચેક કરી શકે છે. GUJSETનું રિઝલ્ટ પણ ગુરુવારે સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે.

અંદાજે 1.34 લાખ વિદ્યાર્થીઓએ GUJCETની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે GUJCETની પરીક્ષા એન્જિનિયરિંગ, મેડિકલ અને ફાર્મસીની કોલેજમાં એડમિશન લેવા માટે આપવાની હોય છે.

આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા કોંગ્રેસની વિધાનસભા અધ્યક્ષને રજૂઆત

આ રીતે ચેક કરો GUJCETનું રિઝલ્ટ

- બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર લોગ ઈન કરો
- ત્યાં આપેલી ડિરેક્ટ લિંક GUJCET 2019 Result પર ક્લિક કરો
- તમારી GUJCET માટેની હોલ ટિકિટ કે રોલ નંબર ઈનપુટ કરો
- માહિતી સબમિટ કરો
- હવે તમારું GUJCET 2019નું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે
- તેને તમે ઈચ્છો તો ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ કરી શકો છો.

ઉલ્લેખનીય છે કે ગુજસેટ 2019ની માર્કશીટ પણ નક્કી કરેલા સેન્ટર પર સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી ગુરુવારે જ આપવામાં આવશે. ગુજસેટની માર્કશીટ કોઈને પણ પોસ્ટ દ્વારા નથી મોકલવામાં આવતી.

gujarat news gandhinagar