સુરત : સરકારી શિક્ષકાએ લગાવી મોતની છલાંગ, તપાસ દરમ્યાન સ્યુસાઈડ નોટ મળી

05 May, 2019 08:01 PM IST  |  સુરત

સુરત : સરકારી શિક્ષકાએ લગાવી મોતની છલાંગ, તપાસ દરમ્યાન સ્યુસાઈડ નોટ મળી

પ્રતિકાત્મક તસ્વિર

છેલ્લા ઘણા સમયથી દેશમાં આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે. તેવામાં સુરતમાં એક સરકારી શિક્ષિકાએ અચાનક આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકાએ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અરિહંત કોમ્પલેક્સમાં મૂળ બનાસકાંઠાના ધાનેરાના વતની એવા
45 વર્ષીય કવિતાબેન શાંતીપુરી ગોસ્વામી પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઉન વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. કવિતાબેને પોતાના ઘરના કોમ્પલેક્સના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો.

આ પણ જુઓ : ઋષિતા ભાલાળાઃમળો ગુજરાતની એક માત્ર બાઈકર ગર્લને, જે હવા સાથે કરે છે વાતો

પોલીસ તપાસમાં ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી
સરકારી સ્કુલના શિક્ષિકા અને બે સંતાનોની માતાએ અણઘાર્યા પગલાંથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા શિક્ષકે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. પોલીસ ઘટના અંગે આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરવામાં આવી છે.

surat Crime News gujarat