ગુજરાત સરકારે ST ના કર્મચારીઓ આપી દિવાળી ભેટ

15 October, 2019 08:00 PM IST  |  Gandhinagar

ગુજરાત સરકારે ST ના કર્મચારીઓ આપી દિવાળી ભેટ

ગુજરાતના ST કર્મચારીઓ

Gandhinagar : ગુજરાત એસ.ટી. નિગમના ફિક્સ પગારદાર કર્મચારીઓ માટે રાજ્ય સરકારદિવાળી ગિફ્ટ લઇને આવી છે. ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારના 12 હજારથી વધુ કર્મચારીઓનો પગાર તત્કાલ અસરથી વધારી દેવામાં આવ્યો છે. નિગમમાં અલગ-અલગ કેડરના વર્ગ-2, વર્ગ-3 અને વર્ગ-3 કર્મચારીઓના વેતનમાં અંદાજે 12,692થી વધુ રૂપિયાનો વધારો કર્યો છે. 16મી ઓક્ટોબરથી આ પગાર લાગૂ થઈ જશે. જેને કારણે એસ.ટી વિભાગમાં કામ કરતા લગભગ 12 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે. આ પગાર વધારાથી સરકારને વાર્ષિક 92.40 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

આ પણ જુઓ : ઈશા-આકાશ-અનંતથી અનમોલ-અંશુલ સુધીઃ મળો અંબાણી પરિવાની નવી પેઢીને

કર્મચારીઓના પગારમાં થયેલો વધારો

1)સિનિયર અધિકારી વર્ગ-2નો પગાર 16,800 રૂપિયા હતો, જે વધારીને 40,000 રૂપિયા કર્યો
2)એકમ કક્ષા વર્ગ-3નો પગાર 10,000 રૂપિયા હતોજે વધારીને 16,000 રૂપિયા કર્યો
3)જુનિયર અધિકારી વર્ગ-2નો પગાર 14,800 રૂપિયા હતો, જે વધારીને 38,000 રૂપિયા કર્યો
4)વર્ગ-4ના કર્મીઓનો પગાર 9,000 રૂપિયા હતોજે વધારીને 15,000 રૂપિયા કર્યો.
5)સુપરવાઈઝર વર્ગ-3નો પગાર 14,500 રૂપિયા હતો, જે વધારીને 21,000 રૂપિયા કર્યો
6)ડ્રાઈવર કમ કંડક્ટરનો પગાર 11,000 રૂપિયા હતો, જે વધારીને 18,000 રૂપિયા કર્યો.

gujarat gandhinagar