ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો: આધારકાર્ડને પૅનકાર્ડ સાથે જોડવું ફરજિયાત નથી

24 January, 2020 10:16 AM IST  |  Ahmedabad

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો: આધારકાર્ડને પૅનકાર્ડ સાથે જોડવું ફરજિયાત નથી

ગુજરાત હાઈકોર્ટ

જો તમે તમારું પૅનકાર્ડ આધારકાર્ડ સાથે લિન્ક કર્યું ન હોય તો હવે ગભરાવાની જરૂર નથી. આધારકાર્ડ સાથે લિન્ક નહીં કરવાથી તમારું પૅનકાર્ડ ઇનઑપરેટિવ નહીં થાય. ગુજરાત હાઈ કોર્ટે એક ચુકાદામાં આ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે જ્યાં સુધી આ કેસમાં સુપ્રીમ કોર્ટ કોઈ આદેશ આપશે નહીં ત્યાં સુધી આધાર સાથે લિન્ક નહીં થયેલાં પૅનકાર્ડને રદબાતલ ઠરાવી શકાશે નહીં. આ અંગે ગુજરાત હાઈ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું છે કે જો પૅનકાર્ડ આધાર સાથે લિન્ક નહીં થાય તો એને રદ કરવામાં આવશે નહીં. હાઈ કોર્ટે કહ્યું છે કે આધાર ઍક્ટની માન્યતા અંગે હાલ સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહી છે.

આ પણ વાંચો : રાજીનામું ધરી દેનારા બીજેપીના વિધાનસભ્ય કેતન ઈનામદારનો યુ-ટર્ન, કહ્યું...

જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ અંગે અંતિમ નિર્ણય નહીં લે ત્યાં સુધી આવકવેરા વિભાગ એને લિન્ક કરવાનો આદેશ આપી શકશે નહીં. હાઈ કોર્ટે પોતાના આદેશમાં વધુમાં કહ્યું છે કે આવકવેરા વિભાગ દ્વારા પૅન-આધારની ડેડલાઇનને વારંવાર આગળ વધારવી પણ ગેરકાયદેસર છે.

gujarat ahmedabad