ગીર જંગલમાં ટ્રેનની ગતિ પર નિયંત્રણ, 45 KMPHથી વધુની ઝડપ નહીં રખાય

16 January, 2019 02:19 PM IST  | 

ગીર જંગલમાં ટ્રેનની ગતિ પર નિયંત્રણ, 45 KMPHથી વધુની ઝડપ નહીં રખાય

ગીરમાં ટ્રેનની ગતિ પર નિયંત્રણ

ગીર જંગલમાં ટ્રેનની અડફેટે સિંહના મોત રોકવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. વારંવાર આવી ઘટનાઓને પગલે રેલવે વિભાગે ગીર અભયારણ્યમાં ચાલતી ટ્રેનની ગતિ પર લગામ લગાવી છે. હવે ગીર અભયારણ્યમાં કોઈ પટ્રેન 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ ઝડપે નહીં ચાલે.

કેટલાક દિવસો પેલા સાવરકુંડલામાં માલગાડીની અડફેટે ત્રણ સિંહના મોત થયા બાદ આ મામલો ગરમાયો હતો. સિંહોના મોત મામલે ગુજરાત હાઈકોર્ટે પણ ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકાર અને રેલવે તંત્રનો ખુલાસો માગ્યો હતો. જેને પગલે રેલવે તંત્રએ ગીર અભયારણ્યમાં 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે ટ્રેન નહીં ચલાવવા નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ ગીરમાં દીપડાના બચ્ચાને દૂધ પાતી સિંહણ દેખાઈ

કોર્ટમાં રેલવેએ સ્વીકાર્યું હતું કે પીપાવાવ પોર્ટ પર માલ સામાનની હેરફેર કરતી ટ્રેનની અડફેટે ઘણીવાર સિંહ આવે છે. આ માટે રેલવ દ્વારા ઈમરજન્સી બ્રેક મારવા પણ નિર્દેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે લગભગ છ મહિના પહેલા ગીરમાં સિંહના મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ આ મુદ્દે સંખ્યાબંધ સવાલો ઉઠ્યા હતા.

 

gujarat news indian railways