ગીર ગઢડા એસટી બસ-સ્ટૅન્ડનું ઉદ્ઘાટન વિવાદમાં

23 June, 2019 07:53 AM IST  | 

ગીર ગઢડા એસટી બસ-સ્ટૅન્ડનું ઉદ્ઘાટન વિવાદમાં

ગીર ગઢડા એસટી બસ-સ્ટૅન્ડનું ઉદ્ઘાટન વિવાદમાં

ગીર-સોમનાથ (જી.એન.એસ.) ગીર-સોમનાથના ગીર ગઢડા એસટી બસ-સ્ટૅન્ડના ઉદ્ઘાટનમાં વિવાદ સર્જાયો છે. અનુસૂચિત જાતિના એક જ પરિવારના ૧૭ લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં તમામની પોલીસે અટકાયત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે ગીર-સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં એસટી બસ-સ્ટૅન્ડ આકાર પામ્યું છે. આજે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ‌િડિયો દ્વારા આ બસ-સ્ટૅન્ડને ખુલ્લું મૂક્યું હતું. જોકે બસ-સ્ટૅન્ડ ખુલ્લું મૂકે એ પહેલાં જ અનુસૂચિત જાતિના એક જ પરિવારના ૧૭ લોકોએ બસ-સ્ટૅન્ડની જમીનના વિવાદને લઈને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તમામ લોકોની અટકાયત કરી હતી.

ગીર ગઢડામાં રહેતા દલિત પરિવારના ભગવાન રાઠોડને ૧૯૬૭માં સરકારે સાંથણીની ૬.૫ વીઘા જમીન રોજીરોટી માટે આપી હતી, પણ એ જમીન બસ-સ્ટૅન્ડ બનાવવા માટે કલેક્ટરે ભગવાનભાઈના પરિવાર પાસેથી લઈ લીધી હતી. અન્ય જગ્યાએ એટલીજ જમીન આપી છે.

આ પણ વાંચો:મગફળીકાંડના તાર CM ઑફિસ સુધી જોડાયેલા , ચોકીદાર પોતે જ ચોર: પરેશ ધાનાણી

જોકે સરકારે આપેલી એ જમીન આજ સુધી પીડિત પરિવારના નામે ન થતાં અને સરકારી કચેરીઓના ધરમધક્કા ખાઈપે કંટાળી જતાં આખરે ભગવાનભાઈના પરિવારના ૧૭ લોકોએ બસ-સ્ટેશનના લોકાર્પણ સમયે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે તમામની ગીર ગઢડાના અલગ-અલગ વાડી-વિસ્તારોમાંથી અટકાયત કરી છે.

gujarat gujarati mid-day