મહાસચિવ ભીખુ દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી સોંપાશે?

02 August, 2021 03:27 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાત બીજેપીમાં મોટો ફેરફાર: રત્નાકરને સંગઠનના મહામંત્રી બનાવવામાં આવ્યા

ભીખુભાઈ દલસાણિયા

ગુજરાત બીજેપીમાં એક મોટો ફેરફાર થયો છે. શાસક ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશના દેવરિયા નિવાસી રત્નાકરને ગુજરાતમાં અગત્યની જવાબદારી સોંપી છે. લાંબા સમયથી ગુજરાત બીજેપીના મહાસચિવ તરીકે કામ કરી રહેલા ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની નિમણૂક કરાઈ છે.

મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની એવા અને હાલ બિહાર સંગઠનના સહસંગઠન મહામંત્રી તરીકે કાર્યરત એવા રત્નાકરને પ્રદેશ બીજેપી સંગઠનના નવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રત્નાકરે પહેલાં બિહારમાં બીજેપીના કેન્દ્રીય મહાસચિવ તરીકે કાર્ય કર્યું હતું. રત્નાકર કારકિર્દીની શરૂઆતથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે. રત્નાકરને અગાઉ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ગ્રાસરૂટ લેવલ સોંપાયું હતું.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા બાદથી બે દાયકાથી વધુ સમય સુધી બીજેપીના મહાસચિવ રહેલા દલસાણિયા મોદીના વિશ્વાસપાત્ર મનાય છે, પરંતુ તેમને હટાવી દીધા છે. દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં એક મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.

gujarat gujarat news