રાજ્યમાં આગામી 48 કલાકમાં વાદળછાયું વાતાવરણ રહેશે

27 March, 2020 02:43 PM IST  |  Gandhinagar | Agencies

રાજ્યમાં આગામી 48 કલાકમાં વાદળછાયું વાતાવરણ રહેશે

ફાઈરલ ફોટો

કોરોનાએ આખા વિશ્વને હચમચાવી મૂકી દીધું છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ કોરોના જ કોરોના સંભળાઈ રહ્યું છે. પરંતુ એ વચ્ચે ગુજરાત માથે બીજું સંકટ તોળાઈ રહ્યું છે. કોરોનાના કેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદરૂપી આફત આવવાની તૈયારી છે. રાજ્યમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના પગલે આગામી ૪૮ કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે.

ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે અનેક વિસ્તારોમાં થન્ડરસ્ટૉર્મ સાથે વીજળી અને ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, સુરત, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ૨૭ માર્ચે કચ્છને બાદ કરતા અન્ય જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. ૨૮ માર્ચે રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી, જ્યારે ૨૯ માર્ચે આખા રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે.

gujarat gandhinagar Gujarat Rains ahmedabad