ગુજરાતમાં 60%થી વધારે પાકને નુકસાન થયું તો ખેડૂતને 25000 રૂપિયાની સહાય

11 August, 2020 12:31 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં 60%થી વધારે પાકને નુકસાન થયું તો ખેડૂતને 25000 રૂપિયાની સહાય

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે ગુજરાત સરકારે ખેડૂતોને લઈને મહત્વની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કિસાન સહાય યોજના જાહેર કરી હતી. આ યોજનાનો લાભ તમામ ખેડૂતોને મળશે. યોજના ખરીફ પાક પૂરતી હશે અને જે ૪ હેક્ટર સુધી લાગુ પડશે. આ યોજનામાં દુકાળ, અતિવૃષ્ટિ અને માવઠાને આવરી લેવામાં આવ્યો છે. જે ખેડૂતને ૩૩ ટકાથી ૬૦ ટકા સુધીનું નુકસાન થયું હશે તો હેક્ટર દીઠ ૨૦,૦૦૦ રૂપિયા અને ૬૦ ટકાથી વધુ નુકસાન હશે તો ૨૫,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે.

ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન ૩૩ ટકાથી ૬૦ ટકા માટે રૂપિયા ૨૦ હજાર પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે. ખરીફ ઋતુમાં થયેલા પાક નુકસાન ૬૦ ટકાથી વધુ નુકસાન માટે ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.

જો તાલુકામાં ચાલુ સીઝનનો ૧૦ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોય અથવા રાજ્યમાં ચોમાસું શરૂ થાય ત્યાંથી ૩૧ ઑગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે ૨૮ દિવસ વરસાદ ન પડ્યો હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલા પાકને નુકસાન થયું હોય તેને અનાવૃષ્ટિ ગણવામાં આવશે.

gujarat gandhinagar narendra modi ahmedabad Vijay Rupani