ગુજરાત સરકારને 4 વર્ષ પૂર્ણ, નવી ઔદ્યોગિક નીતિ જાહેર

08 August, 2020 08:07 AM IST  |  Gandhinagar | Agencies

ગુજરાત સરકારને 4 વર્ષ પૂર્ણ, નવી ઔદ્યોગિક નીતિ જાહેર

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શાસનને ૪ વર્ષ પૂર્ણ થયાં છે, ત્યારે આ પ્રસંગે મુખ્ય પ્રધાન દ્વારા રાજ્યની નવી ઉદ્યોગનીતિની જાહેરાત કરાઈ છે. વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકોને માહિતી આપી હતી. રાજ્યમાં નવી ઇન્ડસ્ટ્રીયલ પૉલિસી વિશે મોટી જાહેરાત કરતાં તેઓએ કહ્યું કે ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે.

રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. કોઈ પણ જગ્યાએ જમીનની કિંમત ભારે હોય છે. જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન લીઝ ઉપર આપવામાં આવશે. જમીન ૬ ટકા લેખે બજારભાવ પ્રમાણે આપવામાં આવશે. ૫ કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બૅન્કની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા અપાશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઑફર સીલિંગ રહેશે.

૨૧ હજાર મિલ્યન ક્યુબિક ફીટ પાણી આ યોજનાથી મળતું થશે અને હજીરા દહેજ વચ્ચે ૬ લેન બ્રિજ બનતા ૧૮ કિમી અંતર ઘટશે. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ ઉદ્યોગનીતિ પૂરી થઈ છે. જેને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્યના સર્વાંગી વિકાસ માટે અધિક વિકાસને સમર્થન મળ્યું હતું. ભારત સરકારના જાહેર કરેલા આંકડા પ્રમાણે ૪૯ મિલ્યન ડૉલર યુએસનું મૂડીરોકાણ દેશની સરખામણીમાં ગુજરાતમાં આવ્યું હતું જેથી ગુજરાત નંબર વન બન્યું છે.

gujarat Vijay Rupani gandhinagar ahmedabad