ગુજરાતમાં ખાનગી લૅબમાં 2500 રૂપિયામાં કોરોના ટેસ્ટ

26 June, 2020 11:53 AM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં ખાનગી લૅબમાં 2500 રૂપિયામાં કોરોના ટેસ્ટ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોનાનો દિનપ્રતિદિન પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આજે પ્રેસ કૉન્ફરન્સમાં કોરોના ટેસ્ટિંગ બાબતે મહત્ત્વની જાણકારી આપી. તેમણે ટેસ્ટિંગ વિશે કહ્યું કે ડૉક્ટર સલાહ આપે એ રીતે ટેસ્ટ કરાવવાની જરૂરી છે. વ્યક્તિઓની ટેસ્ટ સરકારની (રાજ્ય સરકારની માલિકીની હૉસ્પિટલમાં ચાલતી અને મેડિકલ કૉલેજમાં ચાલતી લૅબોરેટરીઓ) બધી જ લૅબોરેટરીમાં વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. આમ છતાં, ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવું હોય તો કરાવી શકાય છે. અત્યાર સુધી ખાનગી લૅબોરેટરી ટેસ્ટ માટે લગભગ ૪૦૦૦ રૂપિયા ચાર્જ લેતી હતી જે ઓછો હોવો જોઈએ. જે નિર્ણય લેવાયો છે એ મુજબ ખાનગી લૅબોરેટરીમાં કોરોનાની ટેસ્ટનો ચાર્જ ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યો છે. આજથી જ આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જો ઘરે બોલાવીને સૅમ્પલ લેવામાં આવશે તો ૩૦૦૦ રૂપિયા ચાર્જ થશે.

gujarat gandhinagar ahmedabad coronavirus covid19 lockdown