જામનગરની કોવિડ હૉસ્પિટલમાં મહિલાઓની જાતીય સતામણી : સરકારે તપાસ સમિતિ નીમી

17 June, 2021 02:22 PM IST  |  Jamnagar | Agency

જામનગરની સરકારી જી.જી. કોવિડ કૅર હૉસ્પિટલમાં મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદોની તપાસ માટે રાજ્યના મુખ્ય પ્રધાને ત્રણ સભ્યોની સમિતિ નિયુક્ત કરી હતી.

પ્રતીકાત્મક તસવીર - મિડ-ડે

જામનગરની સરકારી જી.જી. કોવિડ કૅર હૉસ્પિટલમાં મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદોની તપાસ માટે રાજ્યના મુખ્ય પ્રધાને ત્રણ સભ્યોની સમિતિ નિયુક્ત કરી હતી. એક મહિલા અટેન્ડન્ટે એવી ફરિયાદ કરી હતી કે હૉસ્પિટલના સંચાલકો ત્યાંની તમામ મહિલા અટેન્ડન્ટ્સને તેમની નોકરી ચાલુ રાખવા બદલ જાતીય સંબંધો રાખવાની માગણી કરે છે. એ ફરિયાદના અનુસંધાનમાં તપાસ સમિતિ નીમવામાં આવી છે. જોકે હૉસ્પિટલના ઇનચાર્જ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ધર્મેશ વસાવડાએ મહિલા કર્મચારીઓએ અખબારો તથા અન્ય પ્રસાર માધ્યમો સુધી પહોંચતાં પહેલાં સ્થાનિક અધિકારીઓને ફરિયાદ ન કરી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ‘જામનગરની હૉસ્પિટલની મહિલા અટેન્ડન્ટ્સને નોકરી જાળવવા માટે તેમના સુપરવાઇઝર્સ જોડે જાતીય સંબંધ રાખવા વૉટ્સએપ ચૅટ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદો મુખ્ય પ્રધાનને મળી છે. આવી જાતીય સતામણી રાજ્યમાં ક્યાંય સહન કરવામાં નહીં આવે.’

gujarat jamnagar Crime News covid19 coronavirus