અમદાવાદના પુર્વ પોલીસ કમિશનર એ.કે. સિંહે NSG ના ડીજીનો ચાર્જ સંભાળ્યો

29 October, 2019 08:36 PM IST  |  New Delhi

અમદાવાદના પુર્વ પોલીસ કમિશનર એ.કે. સિંહે NSG ના ડીજીનો ચાર્જ સંભાળ્યો

અમદાવાદના પુર્વ પોલીસ કમિશનર એ.કે. સિંહ

New Delhi : ગુજરાતના સુપર કોપ IPS ઓફિસર એ.કે.સિંઘે મંગળવારે દિલ્હીમાં NSG ના ડીજી તરીકેના ચાર્જ સંભાળ્યો છે. ઈમાનદારીની મિસાલ એ.કે.સિંઘ એનએસજીના ડીજી બનતા તેમને મોટી જવાબદારી મળી છે. ગુજરાત કેડરના તેઓ પ્રથમ આઇપીએસ ઓફિસર છે જેમણે એનએસજીના ડીજી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. એ.કે. સિંધ બે વર્ષથી વધુ સમય અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી છે. નવા પદ પર નિયુક્ત થયા બાદ એ.કે.સિંઘે તેમની કામગીરી શરૂ કરી દીધી છે.


એક વર્ષ માટે નિમણૂંક
અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંઘની 30-9-2020 સુધી એટલે કે એક વર્ષ માટે NSGના ડીજી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેન્દ્રમાં પણ એ કે સિંઘને બહોળો અનુભવ છે. કેન્દ્રમાં અગાઉ તેઓ સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ડીઆઇજી પણ રહી ચૂક્યા છે.

આ પણ જુઓ : અમદાવાદ-ગાંધીનગર પાસે આવેલી આ જગ્યાઓ તમે જોઈ?

શિવાનંદ ઝા પછીના સૌથી સિનિયર IPS
છેલ્લા કેટલાક સમયથી DG રેન્કના IPS અને અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંઘને ડેપ્યુટેશન પર મોકલવાની ચર્ચાઓ ચાલતી હતી. હાલના ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝા પછી સૌથી સીનિયર મોસ્ટ આઇપીએસ તરીકે એ.કે. સિંઘ આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર તેઓ ડીજી બનવા માટે એક મહિનો ઓછો પડતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને દિલ્હી ખાતે પ્રતિનિયુક્તિનો હુકમ કર્યો હતો.

gujarat