Gujarat: સરકારે રાજ્યમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ કર્યો મરજિયાત

11 May, 2021 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે છેલ્લે આંતર રાજ્ય પરિવહનને લઈને અનેક રાજ્યની સરકારો તરફથી લાગૂ પાડવામાં આવેલ આરટી પીસીઆર ટેસ્ટનો રિપૉર્ટની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

ICMRના દિશા નિર્દેશો બાદ ગુજરાત સરકારે અન્ય પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ રિપોર્ટ મરજિયાત કરી દીધો છે. કોઇપણ સ્વસ્થ વ્યક્તિ હવે ગુજરાતમાં કોઇપણ રિપૉર્ટ વગર પ્રવેશ કરી શકશે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે છેલ્લે આંતર રાજ્ય પરિવહનને લઈને અનેક રાજ્યની સરકારો તરફથી લાગૂ પાડવામાં આવેલ આરટી પીસીઆર ટેસ્ટનો રિપૉર્ટની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. કોઇપણ સ્વસ્થ વ્યક્તિ હવે ગુજરાતમાં કોઇપણ રિપૉર્ચ વગર પ્રવેશ કરી શકશે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે છેલ્લે આંતર રાજ્ય પરિવહનને લઇને કેટલીય રાજ્ય સરકારો તરફથી લાગૂ પાડવામાં આવેલ આરટી પીસીઆર ટેસ્ટ રિપૉર્ટની અનિવાર્યતાને બિનજરૂરી જણાવતા રાજ્યોને ટેસ્ટ રિપૉર્ટ અનિવાર્યતા સમાપ્ત કરવાનો આગ્રહ કર્યો.

4 મેના જાહેર પોતાના દિશા નિર્દેશમાં આઇસીએમઆરે આનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો આ પહેલા ગુજરાત સરકાર, રાજસ્થાન સરકાર, મહારાષ્ટ્ર સરકાર સહિત કેટલાય રાજ્યોએ પોત-પોતાના ક્ષેત્રમાં આવનારા પ્રવાસીઓને આરટી-પીસીઆરનો નેગેટિવ રિપૉર્ટ ફરજિયાત કર્યો હતો. જો કે, અમદાવાદ મહાનગર પાલિકાએ અમદાવાદના લોકો માટે આ અનિવાર્યતા સમાપ્ત કરતી વખતે કહ્યું હતું કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અથવા મહારાષ્ટ્રથી અમદાવાદ આવનારા પ્રવાસીઓને આરટી પીસીઆર ટેસ્ટ રિપૉર્ટની કોઇ જરૂરિયાત નથી.

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે જો પ્રવાસી કોરોના સંક્રમિત નથી અથવા તેનામાં કોઇપણ પ્રકારના લક્ષણ નથી તો તે કોઇપણ રિપૉર્ટ વગર પણ રાજ્યમાં આવી શકે છે પણ જેમને સરદી, ઉધરસ, તાવ અથવા કોરોના સાથે જોડાયેલા અન્ય કોઇપણ લક્ષણ હોય તો પ્રવાસ ટાળવો. ગુજરાત સરકારે અમદાવાદમાં ડ્રાઇવ થ્રૂ આરટી પીસીઆર ટેસ્ટની પણ વ્યવસ્થા કરી રાખી છે. ગુજરાત હાઇકૉર્ટ તરફથી રાજ્ય સરકારને કોવિડ-19 ટેસ્ટની સંખ્યા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા, જેના પછી સરકારે પ્રદેશના બધા વિશ્વવિદ્યાલયોમાં પણ કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરી પણ મળતી માહિતી પ્રમાણે રાજ્યની નવ યૂનિવર્સિટીએ પોતાને ત્યાં આરટી-પીસીઆર ટેસ્ટની વ્યવસ્થા કરી છે.

ગુજરાતમાં રાજ્ય સરકાર હેઠળ 26 વિશ્વવિદ્યાલય છે તથા તેમાંથી પાંચ વિશ્વવિદ્યાલય અને કોવિડ-19ની ટેસ્ટ વ્યવસ્થા શરૂ કરવાના છે. રાજ્યમાં હાલ નેશનલ ફૉરેન્સિક સાયન્સ યૂનિવર્સિટી ગાંધીનગર, સરદાર પટેલ યૂનિવર્સિટી ગાંધીનગર, સરદાર પટેલ યૂનિવર્સિટી આણંદ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યૂનિવર્સિટી સૂરત તેમજ આઇઆઇપીએચ ગાંધીનગર, આણંદ એગ્રીકલ્ચર યૂનિવર્સિટી, યૂકેએ યૂનિવર્સિટી બારડોલી, અમદાવાદ યૂનિવર્સિટી કામધેનૂ યૂનિવર્સિટી ગુજરાત સહિત નવ વિશ્વવિદ્યાલયોમાં આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

gujarat coronavirus covid19