કચ્છ છે ટાર્ગેટ?

22 September, 2021 07:51 AM IST  |  Bhuj | Gujarati Mid-day Correspondent

પહેલાં ૨૦૦૦૦ કરોડનું હેરોઇન અને હવે જખૌ બંદરેથી વિસ્ફોટકો પકડાતાં ખળભળાટ

જખૌ બંદરે વિસ્ફોટકો પકડાયા હતા.

નવરાત્રિનો તહેવાર જ્યારે નજીક આવી પહોંચ્યો છે ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની સંવેદનશીલ જખૌ પાસેની જળ-સીમાએથી વિસ્ફોટકો મળી આવતાં ભારતીય સુરક્ષા દળ સતર્ક બન્યાં છે. 
રાજ્ય પોલીસની ગુપ્તચર શાખાને મળેલી પૂર્વબાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વિસ્ફોટકો એક બૉક્સમાંથી મળી આવ્યાં છે જેને ડિફ્યુઝ કરવાની કામગીરી બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વૉડ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
હજી ૬ દિવસ પહેલાં ટેલ્કમ પાઉડરને બદલે હેરોઇન ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ હેરોઇનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની થવા જાય છે. કચ્છના મુંદ્રા બંદર પર ઈરાનથી આયાત કરાયેલા આ અફઘાની હેરોઇનના કિસ્સામાં એનઆઇએ દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

gujarat news gujarat kutch