આદર્શ ગોટાળા મામલે ગુજરાતમાં CIDએ દાખલ કરી પહેલી FIR

22 August, 2019 11:01 AM IST  |  ગાંધીનગર

આદર્શ ગોટાળા મામલે ગુજરાતમાં CIDએ દાખલ કરી પહેલી FIR

આદર્શ ગોટાળા મામલે ગુજરાતમાં CIDએ દાખલ કરી પહેલી FIR

સીઆઈડી ક્રાઈમે ગાંધીનગરમાં મંગળવારે આદર્શ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકો સામે FIR ફાઈલ કરી છે. કરોડો રૂપિયાના કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એજન્સીના અધિકારીઓએ આ માહિતી આપી છે. જે ગુજરાતમાં દાખલ થયેલી પહેલી ફરિયાદ છે.

CIDએ પૂછપરછ કર્યાના બે વર્ષ બાદ સેન્ટ્રલ રજિસ્ટ્રારની ઑફિસ પાસેથી નિર્દેશો મળતા આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સીઆઈડી પાસેથી મળેલી માહિતી પ્રમાણે, વિક્રમ વૈશ્ણવ જે ખેડબ્રહ્માના નિવાસી છે તેમની સાથે 63 લાખની છેતરપિંડી થઈ હતી, તેમણે આ ફરિયાદ નોંધાવી છે.

એજન્સીએ મહેશ મોદી, કે જેઓ આદર્શ કોઓપરેટિવ સોસાયટીના સ્થાપક છે, તેમની સાથે રાહુલ મોદી, મેનેજિંગ ડાયરેક્ટર અને નવ અન્ય લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી આદર્શ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીએ 1999માં કામ કરવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેની 75 શાખાઓ હતી અને 25, 000 લોકોએ આ સ્કીમમાં 3 કરોડનું રોકાણ કર્યું હતું.

સંચાલકોએ મહિને 10 થી 12 ટકા રકમ પાછા આપવાની ગ્રાહકોને લાલચ આપી હતી. તેમણે સેન્ટ્રલ રજિસ્ટ્રાર પાસેથી પરવાનગી પણ નહોતી લીધી. સીઆઈડીના અધિકારીઓએ વ્યાપક સર્ચ ઑપરેશન ચલાવ્યું હતું. રોકાણકારો પાસેથી લીધેલા પૈસાનો મોદી પરિવાર પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરતો હતો. સાથે જ સંચાલકોએ 187 જેટલી શેલ કંપનીઓ પણ ઉભી કરવામાં આવી હતી.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

આ તમામ શેલ કંપનીઓ ગુરુગ્રામમાં એક જ રૂમમાં ચાલતી હતી.અને તેમાં પૈસા જમા કરાવવામાં આવતા હતા. આ કંપનીએ 20 લાખ લોકોને છેતર્યા હોવાની શક્યતા છે. હાલ મુકેશ મોદી અને નવ અન્ય લોકો જયપુર જેલમાં છે. જેમની સીઆઈડી રીમાન્ડની માંગ કરી શકે છે.

ahmedabad gujarat