સુરતમાં ગટર નજીક ફટાકડા ફોડતા બાળકો માંડ આગની ચપેટમાં આવતા બચ્યા, જુઓ ચોંકાવનારો વીડિયો

28 October, 2021 08:10 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

બાળકો ગટર પર ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે અચાનક ગટરમાંથી નીકળતા ગેસે ફટાકડાની આગ પકડી હતી.

પ્રતિકાત્મક તસવીર

સુરતના યોગી ચોક વિસ્તારની તુલસી દર્શન સોસાયટીમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. હકીકતે અહીં કેટલાક બાળકો ગટર પર ફટાકડા ફોડી રહ્યા હતા, ત્યારે અચાનક ગટરમાંથી નીકળતા ગેસે ફટાકડાની આગ પકડી હતી.

આ ઘટના પાસેના CCTV કેમેરામાં કેદ થઈ હતી. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે બાળકો ગટર પાસે ફટાકડા ફોડતા ગતટમાંથી નીકળતા જ્વલનશીલ ગેસે આગ પકડી હતી. આ ફટાકડાની અચાનક લાગેલી આગથી બાળકોએ ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. લાંબા સમય સુધી ગટરમાંથી જ્વાળાઓ બહાર આવી હતી. લોકો લાંબા સમય સુધી ગટરમાં લાગેલી આગ પર પાણી રેડતા રહ્યા, લાંબા સમય બાદ આ આગ કાબુમાં આવી હતી. જુઓ વીડિયો.

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં વધારો થતાં લોકોને દિવાળીની રજાઓ પછી શહેરમાં પરત ફરતી વખતે RT-PCR ટેસ્ટ રિપોર્ટ લાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ કહ્યું કે પરીક્ષણ દરેક માટે ફરજિયાત છે, પછી ભલે તેમણે COVID-19 રસીના બંને ડોઝ લઈ લીધા હોય.

gujarat news surat