અમદાવાદ : દેવઓરમમાં લાગેલી આગ પર કાબુ, ફાયર સેફ્ટીના સાધનો હતા બંધ

08 April, 2019 06:50 PM IST  | 

અમદાવાદ : દેવઓરમમાં લાગેલી આગ પર કાબુ, ફાયર સેફ્ટીના સાધનો હતા બંધ

ફાયર સેફ્ટીના તમામ સાધનો બંધ હોવાનું આવ્યું સામે

અમદાવાદમાં આવેલ આનંદનગરના હરણ સર્કલ પાસે આવેલા દેવઓરમ કોમ્પેલેક્સનાં 8માં માળે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાની માહિતી સાથે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. આગ લાગતાની સાથે અફરાતફરી મચી હતી. કોમ્પલેક્સમાં અનેક લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડે 100થી વધુ લોકોને બહાર કાઢ્યા હતા. હાઈડ્રોલિક ક્રેઈનનો ઉપયોગ કરીને લોકોને બચાવવામાં આવ્યા હતા. જો કે આગ વધુ લાગે તે પહેલા આગ પર કાબુ મેળવી લેવાયો છે.

આગ પર કાબુ લેવાયો

શોર્ટ સર્કિટના કારણે કોમ્પલેક્સના 8માં માળની એક ઓફિસમાં આગ લાગી હતી. ફાયર ફાઈટરની ટીમે ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ફેલાઈને 8માં માળથી 5માં માળ સુધી પહોચી હતી પરંતુ આગ વધુ ફેલાય તે પહેલા તેની પર કાબૂ મેળવી લેવાયો હતો.

 

આ પણ વાંચો: ગુજરાતનો ઈતિહાસ દર્શાવતી 10 જગ્યાઓ

 

ફાયર સેફ્ટીના તમામ સાધનો બંધ હોવાનું આવ્યું સામે

તપાસમા માલૂમ પડ્યુ હતુ કે, કોમ્પલેક્સના ફાયર સેફ્ટીના તમામ સાધનો બંધ અવસ્થામાં હતા જેના કારણે કોમ્પેલેક્સને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કોમ્પલેક્સ હમણા જ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યું છે.

ahmedabad