ઓરિસ્સામાં ફસાયા 400 ગુજરાતીઓ, ફાનીને કારણે ટ્રેન, ફ્લાઈટ છે રદ

05 May, 2019 03:28 PM IST  |  જામનગર

ઓરિસ્સામાં ફસાયા 400 ગુજરાતીઓ, ફાનીને કારણે ટ્રેન, ફ્લાઈટ છે રદ

Image Courtesy : nytimes.com

ઓરિસ્સામાં ફાની વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. વાવાઝોડું ગયા બાદ હવે ઠેર ઠેર વિનાશના દ્રશ્યો સામે આવી ગયા છે. વાવાઝોડાની અસરને કારણે તમામ પ્રકારનું યાતાયાત અટકી ચૂક્યુ છે. રોડ રસ્તા પાણી ભરાવાને કારણે તૂટ્યા છે. તો એરપોર્ટ હજીય બંધ છે. ટ્રન વ્યવહાર પણ ખોરવાયેલો છે.

ટ્રેન વ્યવહાર રદ થવાને કારણે હજારો લોકો ઓરિસ્સામાં ફસાઈ ચૂક્યા છે. ઓરિસ્સામાં જામનગરથી ગયેલા 400 ગુજરાતીઓ પણ ફસાયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકો પુરીથી 20 કિલોમીટર દૂર આવેલા કોલકાતા હાઈવે પર ફસાયા છે. વાવાઝોડાને કારણે ટ્રેનો રદ થવાથી આ ગુજરાતીઓ ફસાયા છે.

ઉલ્લેખનીય છે છે કે ફાની વાવાઝોડાને કારણે ઓરિસ્સામાં કરોડોનું નુક્સાન થયું છે. ઓરિસ્સાને આ નુક્સાનમાંથી ઉગારવા માટે આર્થિક સહાયની જાહેરાત થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ ઓડિશા માટે રૂપિયા 1,000 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે તો રવિવારે 5મી મેના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પણ મુખ્ય મંત્રી રાહત નીધિ ફન્ડમાંથી રૂપિયા 5 કરોડની સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચોઃ ફાની વાવાઝોડા સામેની ભારતની તૈયારીને લઇને UN એ કર્યા વખાણ

ઉલ્લેખનીય છે કે ફાની વાવાઝોડું છેલ્લા 42 વર્ષમાં ભારત નજીકના સમુદ્રમાં બનેલું સૌથી ભયંકર વાવાઝોડું હતું. જેને કારણે 1 કરોડ જેટલા લોકોના જીવનને અસર પહોંચી છે. તો 16 લોકોના મોત થયા છે. ઓરિસ્સામાં સરકારે વાવાઝોડાથી લોકોને બચાવવા માટે 11 લાખ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યુ હતું.

gujarat news