ચૂંટણી 2019ઃગુજરાતમાં મતદાન સવારે ૭ વાગ્યાથી

12 April, 2019 07:40 AM IST  |  | રશ્મિન શાહ

ચૂંટણી 2019ઃગુજરાતમાં મતદાન સવારે ૭ વાગ્યાથી

સામાન્ય રીતે વોટિંગ સવારે સાત વાગ્યે શરૂ થતું હોય છે, પણ આ વખતે વોટિંગ સવારે સાત વાગ્યે નહીં, પણ પરોઢથી એટલે કે સાડાપાંચ વાગ્યાથી શરૂ થશે. જોકે એમાં પહેલા દોઢ કલાકનું વોટિંગ મૉકપોલ ગણાશે અને બધાં ઇવીએમ તથા વીવીપેટમાં પચાસ-પચાસ ઉમેદવારોની હાજરીમાં વોટ નાખીને ચેક કરવામાં આવશે અને પછી જ એ મશીન જાહેર જનતા માટે મૂકવામાં આવશે. દર વખતે આ મૉકપોલ કરવામાં આવે છે, પણ એનો સમય ૪૫ મિનિટનો જ હોય છે, જે આ વખતે ૯૦ મિનિટ કરીને ૪૫ મિનિટ વધારવામાં આવ્યો છે. રાજકોટના કલેક્ટર ડૉ. રાહુલ ગુપ્તાએ કહ્યું હતું, ‘ઇવીએમ અને વીવીપેટમાં કમ્પ્લેન વધારે આવતી હોવાથી અને ગરમીમાં આ મશીન કામ કરવામાં કોઈ ગડબડ કરે છે કે નહીં એ ચેક કરવામાં વધારે સમયની જરૂર હોવાથી ગુજરાત આખામાં ૪૫ મિનિટ વધારીને આ પ્રક્રિયા સવારે ૫.૩૦ મિનિટે શરૂ કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ અરવલ્લી : શિક્ષા અભિયાન સંઘના પ્રમુખે મુંડન કરાવી NOTA ના ઉપયોગની ચિમકી આપી

મૉકપોલની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સવારે ૭ વાગ્યાથી જાહેર જનતા માટે વોટિંગ ખુલ્લું મૂકવામાં આવશે. ગરમીના કારણે આ વખતે તમામ મતદાનમથક પર ઓઆરએસ અને લીંબુપાણી તથા ગ્લુકોઝ વૉટરની વ્યવસ્થા રાખવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ નર્ણિય અત્યારે સૌરાષ્ટ્ર પૂરતો લેવાયો છે, પણ જો ગરમી વધશે તો ગુજરાતભરમાં આ નિયમ લાગુ કરવામાં આવશે.નથી.

gujarat news Election 2019