રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, રાજુલા પાસે કરશે સભા

09 April, 2019 01:42 PM IST  |  ગાંધીનગર

રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, રાજુલા પાસે કરશે સભા

રાહુલ ગાંધી (ફાઈલ ફોટો)

લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારો જીતાડવા માટે રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી સભાને સંબોધશે. 15 એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને રાજુલા પાસે જાહેર સભાને સંબોધન કરશે.

મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધી રાજુલા નજીક આવેલા આસરાણા ચોકડી પાસે જાહેર સભાને સંબોધન કરશે. આ વિસ્તારમાં અમરેલી, જૂનાગઢ અને ભાવનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવારોનો રાહુલ ગાંધી પ્રચાર કરશે. આ જાહેરસભા બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી યોજાશે.

તો બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 10 એપ્રિલે એટલે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી જૂનાગઢ અને સોનગઢમા જાહેર સભાને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી ભાજપના સ્ટાર પ્રચારક છે.

આ પણ વાંચોઃ Exclusive Interview: અમે ગરીબોના નામ પર રાજનીતિ નહીં કામ કર્યું-PM

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે તે પહેલા ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતને ઘમરોળશે અને મતદારોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરશે.

rahul gandhi congress Gujarat Congress Election 2019 Gujarat BJP