Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Exclusive Interview: અમે ગરીબોના નામ પર રાજનીતિ નહીં કામ કર્યું-PM

Exclusive Interview: અમે ગરીબોના નામ પર રાજનીતિ નહીં કામ કર્યું-PM

09 April, 2019 10:45 AM IST | નવી દિલ્હી

Exclusive Interview: અમે ગરીબોના નામ પર રાજનીતિ નહીં કામ કર્યું-PM

વડાપ્રધાન મોદીનો Exclusive ઈન્ટરવ્યૂ

વડાપ્રધાન મોદીનો Exclusive ઈન્ટરવ્યૂ


PM મોદીએ દૈનિક જાગરણના વરિષ્ઠ કાર્યકારી સંપાદક પ્રશાંત મિશ્ર, સંપાદક, ઉત્તર પ્રદેશ આશુતોષ શુક્લ અને રાષ્ટ્રીય બ્યૂરોના પ્રમુખ આશુતોષ ઝા સાથે લાંબી વાતચીત કરી. જેના મુખ્ય અંશ આ પ્રમાણે છે.

સવાલઃ તમે 2014ની ચૂંટણીને આ ચૂંટણીથી અલગ રીતે કેમ જુઓ છો?

2014માં દેશના મતદાતાઓ માટે મોદી નવા હતા. એ સમયે મતદાતાઓ નિરાશાની ગર્તામાં ડૂબેલા હતા. ગોટાળા પર ગોટાળાની ખબરોથી મતદાતા પરેશાન થઈ ગયા હતો. તેઓ આ તમામથી મુક્તિ ઈચ્છતા હતા. પછી હું આવ્યો. મારી પાસે કુલ જમા ગુજરાતનો અનુભવ હતો. તેની સુવાસ દેશભરમાં પહોંચી ગઈ હતી. તેમના આધાર પર લોકોએ ભાજપ અને મારા પર ભરોસો વ્યક્ત કર્યો. બીજું, દેશ 30 વર્ષની મિલાવટની સરકારનો બોજ ઉઠાવી ચુક્યો હતો. લોકો કંટાળી ગયા હતા. દેશ પૂર્ણ બહુમતની સરકાર ઈચ્છતો હતો. તેનું પરિણામ છે કે ભાજપની પૂર્ણ બહુમતિ વાળી સરકાર બની. પાંચ વર્ષનો અમારો ટ્રેક રેકૉર્ડ સાબિત કરે છે કે નિર્ણય કરવામાં અમે ક્યારેય પાછળ નથી રહ્યા. ગરીબોના નામ પર અમે રાજનીતિ નથી કરી પરંતુ સૌથી વધુ ગરીબોને તાકાતવર બનાવવાનું કામ અમે કર્યું.

સવાલઃ કોંગ્રેસે 22 લાખ રોજગારી આપવાનું વચન આપ્યું છે!

ક્યારેક ક્યારેક ચૂંટણીના ઘોષણા પત્રમાં ખબર પડી જાય છે કે જીતનારી પાર્ટી કઈ છે અને હારનારી પાર્ટી કઈ? દુઃખ એ વાતનું છે કે 60 વર્ષ સુધી સરકારમાં રહેલી પાર્ટી જેને સરકારના સંસાધનોનું જ્ઞાન છએ, રીતિ નીતિની ખબર છે. પરંતુ, આવી પાર્ટી લોભામણા વચનોના રસ્તા પર ચાલી રહી છે. મતલબ છે કે પરાજયથી બચવા માટે તેઓ છટપટાઈ રહ્યા છે.

સવાલઃ રાહુલ ગાંધી અમેઠીની સાથે કેરલના વાયનાડથી પણ લડી રહ્યા છે. શું તમે પણ બનારસ સિવાય ક્યાંયથી ચૂંટણી લડશો?

જ્યાં સુધી નરેંદ્ર મોદીનો સવાલ છે તો મૂળતઃ હું સંગઠનનો વ્યક્તિ રહ્યો છું. સંગઠનનું કામ કરતો હતો. તમને લોકોનો પણ ત્યારે અશોક રોડના કાર્યાલયમાં મળતા હતા. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે ચૂંટણીની રાજનીતિમાં આવવું પડશે. પરંતુ ભાજપે નક્કી કર્યું તો મને મુખ્યમંત્રીની જવાબદારી મળી . MLAની ચૂંટણી લડી, પછી લોકસભાની ચૂંટણી આવી. મારા માટે તમામ નિર્ણય સંગઠન કરે છે. જો પાર્ટી નક્કી કરશે એ જ થશે.

સવાલઃ રાહુલને વાયનાડ કેમ જવું પડ્યું?

તેનો જવાબ એ જ આપી શકે છે. તેની મજબૂરી હશે.

સવાલઃ હાલમાં જ માયાવતીએ ઉત્તર પ્રદેશમાં ભાષણ આપ્યો કે મુસ્લિમો એક થઈને મત આપે? તમે તેને કઈ રીતે જુઓ છો?

જે લોકો સેક્યુલરિઝ્મના નામ પર ઘોર સમ્પ્રદાયવાદ કરી છે, ક્યારેક છુપાઈને કરે છે, ક્યારેક ખુલ્લેઆમ કરે છે. હવે પરાજય એમને એટલોક પરેશાન કરી રહ્યો છે કે પોતાની જમીન શોધવા માટે તેમને આવી હરકતો કરવી પડી રહી છે. માયાવતી પોતાની ડૂબતી નૈયા બચાવવા માટે કોઈ પણ સંપ્રદાય વિશેષથી મત માંગવા માટે અપીલ કરે તો તે તેની મજબૂરી છે. તેમને પરિણામ સામે જોવા મળી રહ્યું છે. ખરી ચિંતાનો વિષય એ છે કે જે પોતાને સેક્યૂલરિઝમના ઠેકેદાર માને છે, તેઓ છેલ્લા 24 કલાકથી ચુપ છે. શું આ સેક્યૂલરિઝમની અનુકુળ ભાષા છે! કેરળમાં સુરેશ ગોપી અમારા ઉમેદવાર છે. ત્યાંના જાણીતા એક્ટર છે. તેમને સબરીમાલા પર કાંઈક કહ્યું તો તેમની આલોચના કરવા માટે લોકો જમા થઈ ગયા. એવું કેમ? તમે આવા અનેક મામલા જોઈ શકાય છે.

સવાલઃ ઉત્તર પ્રદેશમાં તમને મુખ્ય વિરોધી કોને માનો છો, કોંગ્રેસને કે મહાગઠબંધનને?

ઉત્તર પ્રદેશમાં કોઈ મુકાબલો જ નથી. જો તેઓ મુકાબલાની સ્થિતિમાં હોત તો આ પ્રકારે મુસ્લિમ મતો માટે તેમણે અપીલ ન કરવી પડેત. તેમના માટે આ અસ્તિત્વની લડાઈ છે, બચવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ ચૂંટણી 2019: કોંગ્રેસેએ ગણાવ્યો ભાજપના મેનિફેસ્ટોને 'જુઠ કા ગુબ્બારા'



સવાલઃ ફિલ્મ ઉદ્યોગ અને થિએટર સાથે જોડાયેલા લગભગ 600 લોકોએ અથવા બીજા ક્ષેત્રના લોકોએ ભાજપની સામે મત આપવાની અપીલ કરી છે, તેને કઈ રીતે જુઓ છો?


આ એ જ લોકો છે, જેઓ 2014માં હતા. સારી વાત એ છે કે તેમની સંખ્યા વધી નથી. જેનો અર્થ સાફ છે કે હું સારું કામ કરું છે અને તેઓ ખોટા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2019 10:45 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK