PM મોદી મત આપવા આવશે ગુજરાત, આ છે કાર્યક્રમ

22 April, 2019 08:25 AM IST  |  અમદાવાદ

PM મોદી મત આપવા આવશે ગુજરાત, આ છે કાર્યક્રમ

મંગળવારે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ત્રીજા તબક્કામાં ગુજરાતમાં પણ મતદાન યોજાશે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મત આપવા આવશે. નક્કી કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે જ અમદાવાદ આવશે. પીએમ મોદી ગાંધીનગરના રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે.

23 એપ્રિલે સવારે રાણીપમાં પીએમ મોદી મત આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મહારાષ્ટ્રના પ્રવાસે છે. મહારાષ્ટ્રમાં બપોરે 3 વાગે વડાપ્રધાન મોદી પ્રચાર કાર્યક્રમ અંતર્ગત જનસભાને સંબોધન કરશે. આ સભા બાદ પીએમ મોદી વડોદરા પહોંચશે અને વડોદરાથી ઉદેપુર જશે. ઉદેપુરમાં પણ પીએમ મોદી જનસભાને સંબોધન કરશે.

23 એપ્રિલ મંગળવારે એટલે કે મતદાનના દિવસે પીએમ મોદી સવારે 7 વાગે ગાંધીનગરથી અમદાવાદ આવવા નીકળશે. અને સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે. મતદાન કરીને વડાપ્રધાન મોદી ઓરિસ્સા જવા રવાના થશે.

આ પણ વાંચોઃ ઉનામાં અહેમદ પટેલે વડાપ્રધાન મોદી અને અમિત શાહને લીધા આડે હાથ

અમદાવાદ એરપોર્ટથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરિસ્સામાં પ્રચાર કરવા જશે. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી 8.30 કલાકે રવાના થશે.

narendra modi gujarat Election 2019