ઉનામાં અહેમદ પટેલે વડાપ્રધાન મોદી અને અમિત શાહને લીધા આડે હાથ

ગીર સોમનાથ | Apr 21, 2019, 15:34 IST

અહેમદ પટેલે સભા સભામાં મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, મોદીનો વન સાઈડ લવ છે. નરેન્દ્ર મોદી તેમને મિત્ર કહે છે અને તેમના ઘરે જમે પણ તેમને ન જમાડે.

ઉનામાં અહેમદ પટેલે વડાપ્રધાન મોદી અને અમિત શાહને લીધા આડે હાથ
તસવી સૌજન્યઃ ટ્વિટ્ટર

ચુંટણી 2019ના ભાગ રૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ હાલ ઉનાની મુલાકાતે હતા. અહેમદ પટેલે સભા સભામાં મોદી અને અમિત શાહ પર આકરા પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, મોદીનો વન સાઈડ લવ છે. નરેન્દ્ર મોદી તેમને મિત્ર કહે છે અને તેમના ઘરે જમે પણ તેમને ન જમાડે.

ઉનામાં અહેમદ પટેલે ભાજપ પર કર્યા આકરા પ્રહારો
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે ગીર સોમનાથના ઉનામાં સભા સંબોધી હતી. મોદી અને શાહ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ‘‘મોદીજી કહે છે હું તેમનો મિત્ર છું, આ વન સાઈડ ઇલુઇલું છે. તે મારા ઘરે એક વખત જમી પણ ગયા પણ તેમણે મને ન જમાડયો. અરે તે અડવાણીને ન જમાડે એ મને શું જમાડે.’’ આ પ્રકારના આકરા પ્રહારો કરતા અહેમદ પટેલે અડવાણીના મુદ્દે મોદી અને ભાજપને આડે હાથ લીધા હતા.

આ પણ વાંચોઃ અમિત શાહે સાણંદમાં કર્યો રોડ શો, છેલ્લી ઘડીએ મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ

અમિત શાહ ખેડુતો અને બેરોજગારીની વાતો નથી કરતા : અહેમદ પટેલ
અહેમદ પટેલે અમિત શાહ અને ભાજપને આડે હાથ લેતા કહ્યું કે અમિત શાહ ગાંધીનગરમાં આતંકવાદની વાતો કરે છે, ખેડૂતો અને બેરોજગારોની નહીં. પઠાણકોટ સહિત અનેક હુમલાને યાદ કરાવે છે. તેમણે એઈરસ્ટ્રાઇકનું નામ લીધા વિનાજ કહ્યું કે, કોંગ્રેસની સરકાર હતી ત્યારે સૈનિકોએ 1971માં પાકિસ્તાનના બે ટુકડા કર્યા હતા અને બાંગ્લાદેશ બન્યું હતું. પઠાણકોટ હુમલા અને અન્ય હુમલાઓને યાદ કરાવી પટેલે વધુમાં કહ્યું કે, મસુદ અઝહરને કોને છોડ્યો હતો ? પાછા ISISને તપાસ કરવા બોલાવે છે. મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘‘તમે વગર આમંત્રને ઇલુઇલું કરવા પાકિસ્તાન પહોંચી જાવ છો. ચીનના પ્રધાન સાથે જુલા અને ફાફડા ખાવ છો બધારાજ્યમાં મેટ્રો ટ્રેન છે અહીંયા શું કર્યું ? પાછા જાપાનના વડાને ઉદ્ઘાટનમાં બોલાવો છો.’’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK