અમાસના કારણે ડરીને ભરી દીધા વહેલાં ફોર્મ

05 April, 2019 08:04 AM IST  |  સુરત | રશ્મિન શાહ

અમાસના કારણે ડરીને ભરી દીધા વહેલાં ફોર્મ

ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ

અમાસ અને અમાસી-ચૌદસના દિવસે શુભકાર્ય ન થાય એવી માન્યતા અને અંધશ્રધ્ધાથી ડરીને સુરતના બીજપીના ઉમેદવાર દર્શના જરદોશ અને કૉન્ગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાએ રેલી કે પછી શક્તિ પ્રદર્શનનો આગ્રહ રાખ્યા વિના બુધવારે મોડી સાંજે જ ફોર્મ ભરી દીધા હતા, જેની માટે તેમણે સુરતના કલેક્ટર ડો.ધવલકુમાર પટેલને વિનંતી પણ કરી હતી, જે તેમણે માન્ય રાખી હતી.

કોંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડા

ફોર્મ ભરવા માટે દર્શના જરદોશ સૌથી પહેલાં પહોંચ્યા હતા, તેમણે સાંજે ચાર વાગ્યે ફોર્મ ભયુર્ હતું જ્યારે કૉન્ગ્રેસના અશોકભાઈએ રોકડાં સાત જણની હાજરીમાં સાંજે સાત વાગ્યે ફોર્મ સબમિટ કર્યું હતું. અશોકભાઈએ કહ્યું હતું, ‘હું તો માનતો નથી પણ વડિલો માનતાં હોય તો તેમની માન્યતાને માન પણ આપવું જોઈએ.’

આ પણ વાંચોઃ સુરતઃ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે થયું 'દે ધના ધન'

બીજેપી અને કૉન્ગ્રેસના આ બન્ને કેન્ડિડેટે પરમદિવસે ફોર્મ ભર્યા અને એ પછી ગઈકાલે શક્તિ પ્રદર્શન યોજતી રેલી પણ કાઢી હતી.

 

surat gujarat news Gujarat BJP Gujarat Congress