પ્રભુ વસાવાએ ફોર્મની પૂજા કરી, અધિકારીએ કહ્યું ડાઘા હશે તો રિજેક્ટ કરીશ

04 April, 2019 07:37 AM IST  |  બારડોલી | રશ્મિન શાહ

પ્રભુ વસાવાએ ફોર્મની પૂજા કરી, અધિકારીએ કહ્યું ડાઘા હશે તો રિજેક્ટ કરીશ

પ્રભુ વસાવાએ ફોર્મની કરી પૂજા

ગઈ કાલે બીજેપીના બારડોલીના લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ ફૉર્મ ભર્યું, પણ એ ફૉર્મ જોઈને કલેક્ટર ઑફિસનો સ્ટાફ અને ઇલેક્શન ઑફિસર થોડી ક્ષણો માટે હેબતાઈ ગયા હતા. બન્યું એવું હતું કે પ્રભુ વસાવાએ સવારે પોતાના ફૉર્મની સાડાચાર કલાક પૂજા કરી હતી અને એ પૂજા પછી આ ફૉર્મનું સબમિશન કરવામાં આવ્યું હતું. પૂજા દરમ્યાન ફૉર્મને અબીલગુલાલનાં છાંટણાં પણ કરવામાં આવ્યાં હતાં જેને લીધે ફૉર્મ પર એના ડાઘ પડ્યા હતા. સાડાચાર કલાકની આ પૂજા પ્રભુભાઈએ પૂરી શ્રદ્ધા સાથે કરી હતી પણ એમ છતાં કોઈ જાતના શરમસંકોચ રાખ્યા વિના ઇલેક્શન ઑફિસર ડી. કે. ભંડેરીએ કહ્યું હતું, ‘આ અબીલગુલાલના ડાઘના કારણે કંઈ બરાબર વંચાશે નહીં તો ફૉર્મ કૅન્સલ કરી નાખવામાં આવશે.’

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો અમદાવાદ-પૂર્વ લોકસભા બેઠકને

પ્રભુભાઈ આ શબ્દો સાંભળીને પોતે તો હેબતાયા હતા, પણ સાથોસાથ એ સમયે હાજર રહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ચહેરા પર પણ ચિંતા આવી ગઈ હતી અને તેમણે પણ ઇલેક્શન ઑફિસર પાસેથી ફૉર્મ લઈને આખું ફૉર્મ એક વાર ચેક કરી લીધું હતું. પ્રભુભાઈએ કહ્યું હતું, ‘પૂજા શ્રદ્ધા સાથે કરી હતી, પણ એમ છતાં ફૉર્મમાં ડાઘાડૂઘી ન થાય એનું ધ્યાન પણ રાખ્યું જ છે.’

gujarat news Gujarat BJP Election 2019