બ્રેકિંગ ન્યૂઝઃ સુરત અને ભરૂચમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ

07 November, 2020 04:27 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

બ્રેકિંગ ન્યૂઝઃ સુરત અને ભરૂચમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ

પ્રતીકાત્મક તસવીર

આજે ગુજરાતના નાગરિકો ચિંતામાં મૂકાયા છે. સુરતમાં આજે બપોરે ભૂકંપ આવ્યા હોવાના સમાચાર છે. સુરતના અમૂક વિસ્તારમાં 4.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એપી સેન્ટર ભરૂચ હોવાનું કહેવાય છે.

ભરૂચ નજીક આવેલા વાલિયા તાલુકાના ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર છે. ભૂકંપની તીવ્રતાં 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચથી ભૂકંપનું એપી સેન્ટર 36 કિલોમીટર દૂર આવેલું છે. ભરૂચ આસપાસના વિસ્તારના લોકોએ 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે.

સુરત શહેરમાં ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો છે. બપોર બાદ 3.40 વાગ્યે ભૂકંપના આંચકા આવ્યાં છે. 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ સુરત સહિતના આસપાસના વિસ્તારોમાં થયો હતો. શહેરના અડાજણથી લઈને તમામ વિસ્તારોમાં ભૂંકપની અસર લોકોમાં દેખાઈ હતી. જેથી લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. શહેરના નાગરિકો ખૂબ જ ચિંતામાં મૂકાયા છે.

અહેવાલ મુજબ, ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂકંપની અસર વધારે વર્તાઈ હતી. લગભગ સાતમાં આઠમાં માળે રહેતા લોકોને ચારેક સેકન્ડ કરતાં વધુ ભૂકંપના આંચકાનો અનુભવ કરવો પડ્યો હતો. જેથી લોકોમાં ડર ફેલાઈ જતાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાં હતાં. જો કે ભૂંકપના આંચકો સામાન્ય હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

gujarat surat bharuch earthquake