ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા, સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો

12 June, 2019 06:43 PM IST  |  પાલનપુર

ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા, સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો

એક તરફ સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો સર્જાયો છે, ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં (EarthQuke in North GUjarat) ભૂકંપના આંચકા અનુભવાયા છે. જાણે કુદરત ગુજરાત પર કોપી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ આસમાની આફત છે, બીજી તરફ ધરતી ધ્રુજી રહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

મળતી માહિતી પ્રમાણે પાલનપુર, આબુ રોડ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 32 કિલોમીટર દૂર છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમીરગઢના કેંગોરામાં નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં બીજીવાર ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા છ જૂને રાજ્યમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ગત બુધવાર રાત્રે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. ૧૦ સેકંડ સુધી ધરતી ધ્રૂજવાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ધરતીકંપનો આંચકો ૪.૩ની તીવ્રતાનો હતો અને એનું એપિસેન્ટર પાલનપુરથી ૩૧ કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું. રાત્રે ૯.૩૨થી ૧૦.૩૦ વાગ્યાની આસપાસ પાલનપુર, ડીસા, અંબાજી અને છેક ગાંધીનગર સુધીની ધરતી આ ભૂકંપને લીધે ધ્રૂજી ઊઠી હતી.

ભૂકંપનું એપિસેન્ટર પાલનપુરથી ૩૧ કિલોમીટર દૂર બુધવારે રાત્રે ૯.૩૨થી ૧૦.૩૦ વાગ્યા દરમ્યાન ૧૦ સેકંડ માટે અનુભવાયેલા ભૂકંપનું એપિસેન્ટર બનાસકાંઠા જિલ્લો રહ્યું હતું. અહીંના પાલનપુરથી ૩૧ કિલોમીટર દૂર હોવાનું જણાઈ આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીંના ઇડર, હિંમતનગર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા, શામળાજી, બાયડ, ધનસુરામાં ધરતીકંપથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

gujarat earthquake news