ફરી ધણધણ્યું કચ્છ, અનુભવાયો 4.2નો આંચકો

19 August, 2019 06:14 PM IST  |  કચ્છ

ફરી ધણધણ્યું કચ્છ, અનુભવાયો 4.2નો આંચકો

કચ્છની ધરતી ફરી એકવાર ભૂકંપને કારણે ધણધણી ઉઠી છે. બપોરે કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત બન્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ છે. બપોરે 2 વાગીને 43 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

ભચાઉથી 6 કિમી દૂર કેન્દ્રબિંદુ

ભર બપોરે લોકો સૂતા હોય ત્યારે જ ભૂકંપનો આંચકો આવતા ડરનો માહોલ સર્જાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જો કે હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી આવ્યા. મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉથી છ કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપની સૌથી વધુ તીવ્રતા ભચાઉમાં નોંધાઈ છે, જ્યારે આંચકો ગાંધીધામ, આદિપુર અને રાપરમાં પણ તેની અસર નોંધાઈ છે.

2 વર્ષ બાદ આટલી તીવ્રતા

2 વર્ષ બાદ પહેલી વખત કચ્છમાં 4થી વધુના રિક્ટર સ્કેલનો આંચકો નોંધાયો છે. ભર બપોરે લોકો સૂતા હોય ત્યારે જ ભૂકંપનો આંચકો આવતા ડરનો માહોલ સર્જાયો હતો. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. જો કે હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી આવ્યા. મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ ભચાઉથી છ કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપની સૌથી વધુ તીવ્રતા ભચાઉમાં નોંધાઈ છે, જ્યારે આંચકો ગાંધીધામ, આદિપુર અને રાપરમાં પણ તેની અસર નોંધાઈ છે.

2 વર્ષ બાદ પહેલી વખત કચ્છમાં 4થી વધુના રિક્ટર સ્કેલનો આંચકો નોંધાયો છે. 4.2ના આંચકાએ ફરી એકવાર કચ્છના ભયાનક ભૂકંપની યાદ તાજા કરાવી દીધી. ઉલ્લેખનીય છે કે 2001માં સૌથી ભયાનક ભૂકંપ આવ્યો હતો. તે સમયે રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપે હજ્જારો લોકોનો ભોગ લીધો હતો, અને અબજો રૂપિયાનું નુક્સાન થયું હતું. જે બાદ કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકા આવતા રહે છે.


જોકે ચાલુ વર્ષમાં જ આ પહેલા બે ધરતીકંપના આંચકા નોંધાયા હતા. જાન્યુઆરીમાં 3.6 ની રિક્ટર સ્કેલમાં આંચકો આવ્યો હતો. જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છ જીલ્લામાં નોંધાઈ હતી. ત્યારે કચ્છમાં 1.4 રિક્ટર સ્કેલનો આંચકો કચ્છના ભચાઉ શહેરમાં નોંધાયો હતો. તો સૌરાષ્ટ્રમાં ઉનાથી 38 કિલોમીટર દુર વિસ્તારમાં 4.1 રિક્ટર સ્કેલનો આંચકો નોંધાયો હતો. તો ત્યાર બાદ 12 એપ્રિલના રોજ 3.7 ના રિક્ટર સ્કેલનો ધરતીકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 16 કિમી દુર ઉત્તર પુર્વમાં નોંધાયું હતું. આ ધરતીકંપની અસર આસપાસના ગામડામાં નોંધાઇ હતી.

આ પણ વાંચોઃ કચ્છમાં ફરી ધરા ધ્રુજી : ભચાઉમાં એક જ કેન્દ્રબિંદુમાં 2.8ની તીવ્રતાના ભુકંપના 2 આંચકા

ઉલ્લેખનીય છે કે કચ્છમાં પાંચ જેટલી ફોલ્ટ લાઇનો આવેલી છે જેના કારણે અવારનવાર ભૂકંપના આંચકા આવે છે. આ ફોલ્ટ લાઇનમાંથી વાગડ ફોલ્ટ લાઇન સૌથી વધુ સક્રિય હોવાનું મનાય છે. આ ફોલ્ટ લાઇનના કારણે આજે 2.44 વાગ્યે 4.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો ભચાઉ ઉપરાંત રાપર, આદિપુર, ગાંધીધામ સુધી અનુભવાયો હતો.

gujarat kutch