કચ્છમાં ફરી ધરા ધ્રુજી : ભચાઉમાં એક જ કેન્દ્રબિંદુમાં 2.8ની તીવ્રતાના ભુકંપના 2 આંચકા

Published: Jun 27, 2019, 21:52 IST | Kutch

ધરતીકંપનું એપીસેન્ટર ગણાતા ભચાઉમાં ગુરૂવારે ફરી એક વખત ધરા ધ્રુજી હતી. બપોરના સમયે ભચાઉમાં 11 મિનિટના ગાળામાં એક જ કેન્દ્રબિંદુના સ્થળે 2.8ની તીવ્રતાના ભૂકંપના વારાફરતી બે આંચકા આવ્યા હતા. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગમાં આ આંચકા નોંધાયા હતા.

Bhachau : ધરતીકંપનું એપીસેન્ટર ગણાતા ભચાઉમાં ગુરૂવારે ફરી એક વખત ધરા ધ્રુજી હતી. બપોરના સમયે ભચાઉમાં 11 મિનિટના ગાળામાં એક જ કેન્દ્રબિંદુના સ્થળે 2.8ની તીવ્રતાના ભૂકંપના વારાફરતી બે આંચકા આવ્યા હતા. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગમાં આ આંચકા નોંધાયા હતા. ગુરૂવારે બપોરે 1.23 કલાકે ભચાઉથી 11 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં ખારોઈ રોડ તરફ 2.8ની તીવ્રતાનું કંપન આવ્યું હતું. પ્રથમ કંપનની 11મી મિનિટ પછી 1.34 કલાકે ફરી એ જ કેન્દ્રબિંદુ નજીક વધુ એકવાર 2.8ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો.

કચ્છમાં ભચાઉમાંઉપરા-છાપરી ટૂંકા ગાળામાં જ ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે, આ આંચકામાં જાન-માલને કોઈ પણ પ્રકારનું નુકસાન થયાના સમાચાર નથી. ગઈ કાલે પણ આ જ કેન્દ્રબિંદુમાં 1.2ની તીવ્રતાના બે હળવા કંપન નોંધાયા હતા. ગાંધીનગર ખાતે આવેલા સિસ્મોલોજી સેન્ટર ખાતે ભૂકંપના આ આંચકા નોંધાયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK