ગુજરાતમાં ભૂકંપના આંચકા: 5.8ની તીવ્રતા

14 June, 2020 09:01 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં ભૂકંપના આંચકા: 5.8ની તીવ્રતા

ઘરની બહાર નીકળી ગયેલા લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને તો ભુલી જ ગયા હતા

આજે રાત્રે 8 વાગીને 13 મિનિટે ગુજરાતના અમદાવાદ, પાટણ, રાજકોટ સહિતના અનેક રાજ્યોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂંકપના આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. ફક્ત અમદાવાદમાં જ નહીં જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા અને બહુમાળી બિલ્ડિંગો ધ્રુજ્યા હતા. સુરેન્દ્રનગર, હળવદ, પાટણમાં પણ ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂંકપની તીવ્રતા ત્રણની આસપાસની હતી. કચ્છમાં 5.5નો આંચકો આવ્યો હતો.

અમદાવાદમાં ભૂકંપ આવતા બહુમાળી ઇમારત તેમજ લો રાઇઝ ઇમારતના લોકો ફ્લેટ બહાર નીકળી ગયા હતા. ફ્લેટમાં સૌથી ઉપરના માળે રહેતા લોકોને વધુ અનુભવ થયો છે. માહિતી અનુસાર અમદાવાદમાં બોડકદેવ, વૈષ્ણોદેવી, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ જેવા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અમદાવાદની ધરા ધ્રૂજતાં લોકોમાં 2001ની યાદો તાજી થઈ ગઈ હતી. મોરબીમાં 7થી 8 સેકન્ડ સુધી ધરા ધ્રુજી હતી. જ્યારે ઉપલેટમાં દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. રાજકોટથી નોર્થ-નોર્થ વેસ્ટ 122 કિમી ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને તીવ્રતા 5.8ની નોંધાઈ હતી.

ભચાઉ નજીક ભૂકંપની કેન્દ્રબિન્દુ છે. એપી સેન્ટરમાં 5.3ની ભૂકંપન તિવ્રતા નોંધાયાનું અનુમાન વૈજ્ઞાનિકો લગાવી રહ્યા છે. ભચાઉ નજીક ભૂકંપની કેન્દ્રબિન્દુ છે.

મળતી માહિતી રવિવારે રાત્રે અમદાવાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 6થી 7 સેકન્ડનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી રવિવારે રાત્રે અમદાવાદ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 6થી 7 સેકન્ડનો આંચકો અનુભવાયો હતો.

નિષ્ણાતોના મત પ્રમાણે આ સામાન્ય આંચકા છે. પરંતુ કોરોના અને આંચકા વચ્ચે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો.

gujarat ahmedabad gandhinagar kutch rajkot