ક્યાંક વંટોળ, તો ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ, ઉતર ગુજરાતમાં વરસાદ

13 June, 2019 06:06 PM IST  | 

ક્યાંક વંટોળ, તો ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ, ઉતર ગુજરાતમાં વરસાદ

ઉતર ગુજરાતમાં વરસાદ

એકતરફ સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડુના કારણે પૂરઝડપે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉતર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા શહેરોમાં વાતાવરણ બદલાયું છે અને વરસાદી માહોલ સર્જાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે ઉતર ગુજરાતમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે.

108 તાલુકામાં વરસાદ

છેલ્લા 2 દિવસથી પ્રશાસન વાયુ વાવાઝોડાના કારણે એલર્ટ પર છે અને સતત સાવચેતીના પગલા હાથ ધરાઈ રહ્યું છે. આ વર્ષે લાગી રહ્યું છે કે મેઘરાજા ગુજરાત પર નિરાશ થયા છે. સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે વરસાદ તો ઉતર ગુજરાતમાં ડિસ્ટર્બન્સના કારણે વરસાદ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડુ ફંટાતા ગુજરાત પરથી મોટુ જોખમ ઓછુ થયું હતું જો કે ઘટ્યું હતું નહી. સવારથી જ વેરાવળ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના 108 જેટલા તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારમાં 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોના પતરા ઉડી ગયા છે જ્યારે વૃક્ષો અને મોટા મોટા હોર્ડિંગ્સ ધરાશાઈ થયા છે. હવામાનની આગાહી અનુસાર વાયુ વાવાઝોડુ હાલ દરિયા કાંઠાથી 100 કિલોમીટર કરતા દૂરના અંતરે છે જ્યારે વાવાઝોડુ દરિયાકાંઠાની નજીક આવશે ત્યારે પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક હોવાની પણ શક્યતા થઈ શકે છે.

આ પણ વાંચો: વાયુની અસર, દીવના દરિયામાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, જુઓ વીડિયો

રાજ્યભરમાં વરસાદ

ગુજરાતના રાજ્યભરમાં વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ જેવા શહેરોમાં પણ વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં વાતાવરણ ધૂળ્યું બન્યુ છે આ સાથે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

gujarat gujarati mid-day