વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને હવાઈ વ્યવહાર ઠપ

12 June, 2019 04:19 PM IST  | 

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને હવાઈ વ્યવહાર ઠપ

વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં ટ્રેન અને હવાઈ વ્યવહાર ઠપ

વાયુ વાવાઝોડાના પગલે ગુજરાત સરકાર દ્વારા તમામ સાવચેતીના પગલા હાથ ધરવામાં આવી રહ્યા છે. NDRFની ટીમો પણ ગુજરાતના દરિયાકાંઠે ખડેપગે છે. સાવચેતીના ભાગરુપે સૌરાષ્ટ્રમાં વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે. વાયુ વાવાઝોડાના પહલે સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. તો બીજી તરફ વાવાઝોડાની અસરને પગલે હવાઇ રૂટને અસર પહોંચી છે. આ સાથે સૌરાષ્ટ્ર તરફ જતી અને ત્યાથી જતી તમામ ફ્લાઇટો રદ્દ કરી દેવામાં આવી છે. વાયુ વાવાઝોડુ વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. સૌરાષ્ટ્રના વેરાવળ સહિતના વિસ્તોરોમા વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ વાવાઝોડુ 150 કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે ઝડપે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ટકરાશે.

સ્થળાંતર માટે ઓખાથી 2 ટ્રેન દોડાવવામાં આવી

વાયુ વાવાઝોડુ હાલ ગુજરાતના દરિયાકાંઠાથી માત્ર 290 કિલોમીટર દૂર છે. જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે અને વાવાઝોડાના નજીક આવવાની સાથે પવનનું જોર વધે તેમ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ઓખાથી ખાસ 2 ટ્રેન દોડાવવામાં આવી રહી છે. લોકોના સ્થળાંતર માટે ખાસ 2 ટ્રેનો સરકાર દ્વારા મુકવામાં આવી છે.

આ પણ વાંચો: વાયુ વાવાઝોડની અસર 408 ગામો અને 60 લાખ લોકોને થશે

47 NDRF ટીમો સ્ટેન્ડબાય

સુરક્ષાના ભાગરુપ 47 NDRFની ટીમો સ્ટેન્ડબાય છે. સુરક્ષાના ભાગરુપે દરિયાકાંઠાના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો સાથે ત્યા રહેલી કંપનીઓને પણ સ્થળાંતર કરવામાં આવ્યા છે. કંડલા પોર્ટ પર પણ કાર્ગો અને જેટી પરના કામો સ્થળાંતર કરવામાં આવ્યા છે.

gujarat gujarati mid-day