અમદાવાદમાં માતા-પુત્રીના ડબલ મર્ડર કેસથી ચકચાર

22 December, 2022 10:56 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદમાં ડૉક્ટરના દવાખાનાના કબાટમાંથી યુવતીની લાશ અને બેડ નીચે સંતાડેલી માતાની ડેડ-બૉડી મળી આવી, કાગડાપીઠ પોલીસે શંકાના આધારે કમ્પાઉન્ડરની અટકાયત કરી તપાસ શરૂ કરી

અમદાવાદના મણિનગરના ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં ડૉ. અર્પિત શાહની કર્ણ હૉસ્પિટલ.

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં ગઈ કાલે માતા-પુત્રીના ડબલ મર્ડરથી ચકચાર મચી જવા પામી હતી. કાગડાપીઠ પોલીસે શંકાના આધારે કમ્પાઉન્ડરની અટકાયત કરીને તપાસ શરૂ કરી છે.

અમદાવાદના મણિનગરના ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં આવેલા ડૉ. અર્પિત શાહની કર્ણ હૉસ્પિટલના કબાટમાંથી યુવતીની લાશ અને બેડ નીચેથી માતાની ડેડ-બૉડી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ભારતી નામની યુવતી તેની માતા સાથે આ હૉસ્પિટલમાં આવતી સીસીટીવી કૅમેરામાં જોવા મળી હતી. કહેવાય છે કે ડૉક્ટર હૉસ્પિટલની બહાર ગયા હતા એ દરમ્યાન આ ઘટના બની હતી અને એક કલાકનાં સીસીટીવી ફુટેજ બંધ મળી રહ્યાં છે. આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ-કર્મચારીઓએ ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી અને શંકાના આધારે કમ્પાઉન્ડરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

કાગડાપીઠ પોલીસે મીડિયાને કહ્યું હતું કે ‘પ્રાથમિક રીતે આ મર્ડરકેસ હોવાનું જણાઈ રહ્યું છે. બેભાન કરવાની દવાનો ઓવરડોઝ આપી મૃત્યુ નીપજાવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગી આવે છે. આ મર્ડરકેસની તપાસ કરતાં બીજા એક પગના ચંપલ રિકવર થયા હતા, જેનાથી લાગ્યું કે બીજું કોઈ પણ ભોગ બન્યું હોવાનું લાગ્યું હતું અને તપાસ કરતાં મૃતક ભાવનાની માતાની ડેડ-બૉડી બેડ નીચેથી સંતાડી રાખેલી હાલતમાં મળી આવી હતી.’

gujarat news ahmedabad murder case Crime News