દિનકર જોશીને દર્શક અવૉર્ડ

18 November, 2022 12:10 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનઃરચના ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ અપાતો દર્શક અવૉર્ડ આ વર્ષે પણ એક ખાસ વ્યક્તિને આપવામાં આવ્યો હતો.

દિનકર જોશીને દર્શક અવૉર્ડ

સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનઃરચના ક્ષેત્રમાં વિશેષ યોગદાન બદલ અપાતો દર્શક અવૉર્ડ આ વર્ષે પણ એક ખાસ વ્યક્તિને આપવામાં આવ્યો હતો. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં ‘પ્રયાસ’ સંસ્થાને ગ્રામોત્થાન માટે તેમ જ દિનકર જોશીને સાહિત્ય સર્જન માટે આ અવૉર્ડ અપાયો હતો. દર્શકના નામ સાથે સંકળાયેલો આ અવૉર્ડ ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાય છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે દિનકર જોશીનું વિશેષ યોગદાન છે. તેમણે અનેક નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, ચિંતનાત્મક નિબંધો અને પ્રસંગચિત્રો લખ્યાં છે.

gujarat news ahmedabad dinkar joshi