સુરતઃ લગ્નમાં તુર્કી જવા માટે હીરા વેપારીએ બુક કરાવ્યું આખું પ્લેન

22 April, 2019 05:38 PM IST  |  સુરત

સુરતઃ લગ્નમાં તુર્કી જવા માટે હીરા વેપારીએ બુક કરાવ્યું આખું પ્લેન

સુરતના હીરા વેપારીએ લગ્નમાં જવા બુક કરાવી આખી ફ્લાઈટ

ડાયમંડ નગરી સુરતના હીરાના વેપારીઓની અનેક અનોખી વાતો સામે આવતી રહે છે. તાજેતરમાં પણ આવી જ એક ઘટના સામે આવી જેમાં હીરાના વેપારીને પરિવાર સાથે તુર્કી લગ્નમાં હાજરી આપવાની હતી. જેના માટે આ વેપારીએ આખેઆખું વિમાન જ  બુક કરાવી લીધું. સુરતથી તુર્કી જવા માટે આ ચાર્ટર્ડ ફ્લાઈટે શનિવારે સુરત એરપોર્ટ પરથી ઉડાન ભરી. સુરતમાંથી કોઈ ચાર્ટર્ડ ફ્લાઈટે વિદેશ જવા માટે ઉડાન ભરી હોય તેવી આ પહેલી ઘટના છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કિરણ જેમ્સના માલિકે 218 મુસાફરોને તુર્કી જવા માટે એટલાસ ગ્લોબલનું એરબસ એરક્રાફ્ટ બુક કરાવ્યું હતું. જેમાં તેમના પરિવારજનો, સંબંધીઓ અને મિત્રો તુર્કી જવા માટે રવાના થયા હતા. આ ફ્લાઈટ શનિવારે રાત્રે તુર્કી માટે રવાના થઈ હતી અને 24 એપ્રિલે તેમને લઈને પરત ફરશે.

આ પણ વાંચોઃ ગાંધીનગર લોકસભા બેઠક પરથી વડાપ્રધાન, નાણામંત્રી સહિતના દિગ્ગજો કરશે મતદાન

સુરતની કિરણ જેમ્સ કંપનીની ગણતા વિશ્વની ટોપ ફાઈવ હીરા કંપનીઓમાં થાય છે. સુરત ડાયમંડ બુર્સ બનાવવા પાછળ પણ કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીનો મોટો હાથ છે.

surat gujarat