ગાંધીનગર લોકસભા બેઠક પરથી વડાપ્રધાન, નાણામંત્રી સહિતના દિગ્ગજો કરશે મતદાન

Published: Apr 22, 2019, 16:16 IST | ગાંધીનગર

મંગળવારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક માટે વડાપ્રધાન, નાણામંત્રી સહિતના દિગ્ગજો મતદાન કરશે.

આવતીકાલે દિગ્ગજો કરશે મતદાન
આવતીકાલે દિગ્ગજો કરશે મતદાન

ગુજરાતના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ મંગળવારે એક જ બેઠક માટે મતદાન કરશે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, NCPના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા મધ્યપ્રદેશના રાજ્યપાલ અને રાજ્યના પૂર્વ અને એકમાત્ર મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો સમાવેશ થાય છે.

રાણીપ સ્થિત સ્કૂલમાં મતદાન કરશે PM
વડાપ્રધાન મોદી આવતીકાલે પોતાનો મત આપવા માટે ગુજરાત આવશે. તેઓ અમદાવાદના રાણીપ વિસ્તારની સ્કૂલમાં મતદાન કરશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી ઉમેદવાર અમિત શાહ નિષ્કલ સ્કૂલમાંથી મતદાન કરશે.

આ પણ વાંચોઃ લોકસભા 2019: જાણો ગુજરાત લોકસભા ચૂંટણીના રસપ્રદ આંકડાઓ અને હકીકતો

આનંદીબેન પટેલ શીલજમાં આવેલી પ્રાથમિક શાળામાં મતદાન કરશે જ્યારે નાણામંત્રી અરૂણ જેટલી અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલી ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટમાં મતદાન કરશે. ભાજપના દિગ્ગજ નેતા એલ. કે. અજવાણી ખાનપુરમાં મતદાન કરશે જ્યારે NCPના નેતા શંકરસિંહ વાઘેલા વાસણામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK