ધોરાજીઃરક્તરંજિત રજૂઆત

20 January, 2019 07:50 AM IST  |  ધોરાજી | રશ્મિન શાહ

ધોરાજીઃરક્તરંજિત રજૂઆત

લોહી ભીની લાગણી

સરકારી નોકરીઓમાં ગોટાળા ચાલતા હોય છે એ તો જગજાહેર છે, પણ એ ગોટાળાને ખુલ્લા પાડવા માટે આદું ખાઈને પાછળ પડી જવાની નીતિ ધરાવનારાઓ હવે જૂજ રહ્યા છે. ધોરાજીના સંકેત મકવાણાએ એવું જ કર્યું છે. ગુજરાત સરકારની પિમ ગુજરાત વીજ કૉર્પોરેશન લિમિટેડની ભરતીમાં થયેલા ગોટાળાઓની રજૂઆત લાંબો સમય સુધી કર્યા પછી પણ કોઈ જાતનો જવાબ ન મળતાં સંકેત મકવાણાએ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પોતાના લોહીથી લખેલો પત્ર મોકલીને રજૂઆત કરી છે.

બન્યું એવું હતું કે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલી ભરતીના મેરિટમાં કેટલીક વ્યક્તિઓના નંબર ગેરરીતિથી આગળ લઈ લેવામાં આવ્યા અને તેમને જૉબ આપી દેવામાં આવી. સંકેત પાસે આના પુરાવાઓ પણ છે અને તેણે અધિકારીઓને આની રજૂઆત પણ કરી, પરંતુ કોઈએ તેને દાદ આપી નહીં એટલે હવે તેણે મુખ્ય પ્રધાનને લોહીથી લખેલો લેટર મોકલીને રજૂઆત કરી છે. સંકેતે લખેલા ચાર પાનાંના એ લેટરમાં તેણે લખ્યું પણ છે કે જો વિજય રૂપાણી આ બાબતમાં હજી પણ ઘટતું નહીં કરે તો દરરોજ લોહીથી લેટર લખીને તેમના ઘરે મોકલશે.

આ પણ વાંચોઃ સંકટનો શનિવાર: રાજ્યમાં જૂદા જૂદા 2 અકસ્માતમાં 3ના મોત

 

gujarat news