સૌરાષ્ટ્ર પર 'વાયુ'નો ખતરો, આગળ વધી રહ્યું છે વાવાઝોડું

10 June, 2019 03:32 PM IST  |  ગાંધીનગર

સૌરાષ્ટ્ર પર 'વાયુ'નો ખતરો, આગળ વધી રહ્યું છે વાવાઝોડું

ગરમીથી બચવા માટે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આકરા ઉનાળા બાદ ઝડપથી હવે મેઘરાજા મહેરબાન થાય તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં આ વર્ષે જબરજસ્ત તાપ પડ્યો છે, ત્યારે અહીં વરસાદની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. પરંતુ વરસાદ તો પોતાની સાથે વાવાઝોડું લઈને આવી રહ્યો છે. ગરમીની મુસીબતથી બચવા માાગતા સૌરાષ્ટ્રવાસીઓ પર હવે વાવાઝોડાની મુસીબત મંડરાઈ રહી છે. સૌરાષ્ટ્ર પર 'વાયુ' વાવાઝોડાનો ખતરો સર્જાયો છે.

લૉ ડિપ્રેશન બન્યું વાવાઝોડું

અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર હવે ડિપ્રેશન બની ચૂક્યુ છે. હવે વાવાઝોડા સ્વરૂપે આ ડિપ્રેશન સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે 'વાયુ' નામ આપ્યું છે. વાયુ વાવાઝોડું સૌરાષ્ટરના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં સલામતી માટે પગલાં લેવાઈ રહ્યા છે. રાજ્ય સરકારે સંબંધિત વિભાગોને એલર્ટ કરી દીધા છે.

12 જૂને ત્રાટકશે 'વાયુ'

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડાની તીવ્રતા વધવાની છે. હાલ આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી 300 કિલોમીટર દૂર છે. આ જ ઝડપે આગળ વધે તો તે બે દિવસ બાદ એટલે કે 12 જૂનના રોજ સોરાષ્ટ્રના દરિયકાંઠે ટકરાઈ શકે છે.

અહીં પડશે ભારેથી અતિભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 'વાયુ' વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 થી 14 જૂનમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તોસૌરાષ્ટ્રમાં જામનગર, સોમનાથ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં નલિયાની આસપાસ પણ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. વાવાઝોડાની અસરને કારણે 11 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ભુજ, સુરત અને વેરાવળ સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડશે.

આ પણ વાંચોઃ 12-13 જૂને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

એલર્ટ જાહેર

વાવાઝોડાને કારણે રાજ્યના તમામ બંદરો પર એલર્ટ જાહેર કરી દેવાયું છે. જામનગર, પોરબંદર. ઉના, જાફરાબાદ, વેરાવળ સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.

gujarat news