Cyclone Maha Update : જાફરાબાદ-રાજુલાનાં ૩ ગામો પર સૌથી વધુ ખતરો

07 November, 2019 11:47 AM IST  |  Valsad

Cyclone Maha Update : જાફરાબાદ-રાજુલાનાં ૩ ગામો પર સૌથી વધુ ખતરો

રાજુલા શહેર

(જી.એન.એસ.) મહા વાવાઝોડાની ૬થી ૮ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અસર થવાની આગાહીથી તંત્ર અલર્ટ થઈ ગયું છે. ભારે ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેથી દરિયાકિનારે ન જવા લોકોને અપીલ કરવામાં આવી છે. વલસાડ અને ઓલપાડ ખાતે એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે.

'મહા' વાવાઝોડાને પગલે ઓલપાડના 60 ગામને એલર્ટ કરાયાં
મહા વાવાઝોડાને લઈને મજૂરાનાં ૪ ગામ, ચોર્યાસીનાં ૬ ગામ અને ઓલપાડનાં ૬૦ ગામને અલર્ટ કરાયાં છે. જેમાં મજૂરાની ૨૫૦, ચોર્યાસીની ૩૪૦ અને ઓલપાડની ૮૨૪૦ વ્યક્તિઓ અસરગ્રસ્ત થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાની અસરથી બચવા દરિયાકિનારે અલર્ટ કરી દેવામાં આવ્યું છે. ૩૬ જેટલાં આશ્રયસ્થાનો પણ તૈયાર કરવામાં આવ્યાં છે જેથી લોકોને સ્થળાંતરિત કરીને ત્યાં આશ્રય આપી શકાય.

દ્વારકાના રૂપેણી બંદર પર 2000 બોટ લાંગરવામાં આવી
દ્વારકાના રૂપેણી બંદર પર ૨૦૦૦ બોટ લાંગરવામાં આવી છે. હજી અનેક બોટ મધ્ય દરિયાથી પરત આવી રહી છે. ખેડૂત સાથે માછીમાર સમાજ માટે પણ ચિંતામાં છે. માછીમારોને ચાર મહિનાથી કોઈ રોજગારી ઊભી થઈ નથી. આ પહેલાં પણ વાવાઝોડાના કારણે માછીમારી થઈ નથી. દરિયામાં હજી કરન્ટ આવી રહ્યો છે. પવન દિશા પણ વાવાઝોડાના કારણે બદલાઈ રહી છે. આ પરિસ્થિતિમાં લોકોને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે સરકાર તરફથી કોઈ અધિકારી હજી અમને જોવા પણ આવ્યા નથી.

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

NDRF ની ટીમ વલસાડના દરિયાકિનારે નિરીક્ષણ કર્યું હતું
મહા વાવાઝોડાની અગાહીને લઈને એનડીઆરએફની ટીમે વલસાડના દરિયાકિનારે મુલાકાત લીધી હતી. વાવાઝોડાની આગાહીને લઈને વલસાડના તીથલ બીચને બે દિવસ માટે પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમને જિલ્લામાં સ્ટૅન્ડ બાયમાં રાખવામાં આવી છે.

gujarat Gujarat Rains