ગુજરાત IPS અધિકારીની પત્નીના ખાતામાંથી પૈસા ઉપાડનારી ગેંગ ઝડપાઈ

20 April, 2019 08:12 PM IST  | 

ગુજરાત IPS અધિકારીની પત્નીના ખાતામાંથી પૈસા ઉપાડનારી ગેંગ ઝડપાઈ

સાઈબર ચોરી કરનારા આરોપીઓ

અમદાવાદના એક IPS અધિકારીની પત્નીના એકાઉન્ટમાંથી 1.37 લાખની ડિજિટલ રીતે ચોરી કરનાર ગેંગની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આ ચોરોની દિલ્હીથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં 3 શખ્સોની ધરપકડ કરી છે જેમના નામ શ્રદ્ધાનંદ, નમન શર્મા અને વિવેક જુયાલ હોવાનું જાણવા મળેલ છે. તમામ આરોપીઓની ધરપકડ દિલ્હી નોઈડાથી કરવામાં આવી હતી.

આ ગેંગ હમણા થોડા દિવસો પહેલા જ IPS અધિકારી રાજકુમાર પાંડિયનના પત્ની પાસેથી બેન્ક એકાઉન્ટ અને ઓટીપી મેળવીને તેમના ખાતામાંથી 1.37 લાખ રુપિયાની ઉઠાંતરી કરી હતી. પૈસા કપાયા હોવાનો મેસેજ આવતા અધિકારીની પત્ની ડૉ. શાલિની પાંડિયનને ખ્યાલ આવ્યો હતો કે સાઈબર ચોરી દ્વારા તેમના ખાતામાંથી પૈસા કમાયા હતા.

આ ઘટનામાં પ્રાથમિક તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચને ખ્યાલ આવ્યો હતો કે પૈસા દિલ્હીના ખાતામાં ટ્રાન્સફર થયા છે. આમ આ બેન્ક એકાઉન્ટના આધારે ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ હાથ ધરતા આ ઈસમો સુધી પહોચી શકી હતી. આ ઈસમોએ આ સિવાય પણ ઘણા લોકોના રુપિયા પડાવ્યા છે. આ વિશે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચો: જળસંકટ : રાજકોટમાં મહિલાઓએ પાણીના માટલા ફોડીને કર્યું પ્રદર્શન

 

કઈ રીતે મળી ડૉ. શાલિનીની માહિતી

આરોપીઓ અનુસાર તેમને ડૉ. શાલિનીની વિગત ઓનલાઇન મળી હતી. ડૉ શાલિનીએ હમણા લેકમે સલૂનની મુલાકાત લીધી હતી જેમની સર્વિસથી તે ખુશ ન હતી. ડૉ. શાલિનીએ આ વિશે કમ્પ્લેન ઓનલાઈન કરી હતી. આ કમ્પ્લેનમાંથી ઈસમોએ નંબર લીધો હતો અને તેમને ફોન કર્યો હતો.

gujarat