CWC બેઠકઃ રાહુલ ગાંધીએ ખેડૂતો, બેરોજગારી,રાફેલ મુદ્દે મોદી સરકારને ઘેરી

12 March, 2019 05:44 PM IST  |  ગાંધીનગર

CWC બેઠકઃ રાહુલ ગાંધીએ ખેડૂતો, બેરોજગારી,રાફેલ મુદ્દે મોદી સરકારને ઘેરી

ગુજરાતના અડાલજમાં રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીની તારીખોને એલાન બાદ હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. આજે અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યકારિણીની બેઠક 58 વર્ષ બાદ મળી. જેમાં 2019 લોકસભા ચૂંટણીને લઈને મંથન કરવામાં આવ્યું. સાથે બેઠક બાદ અડાલજમાં જય કિસાન જય જવાન રેલીનું જનસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું. જ્યાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં સામેલ થયા.

રાહુલ ગાંધીએ સભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે મસૂદ અઝહરને પકડ્યો હતો. ભારતે તેને પ્લેનમાં બેસાડીને પાછો મોકલ્યો અને હવે તે લોકો દેશભક્તિની વાતો કરે છે. સાથે જ તેમણે કહ્યું કે દેશના ખેડૂતોની અવગણના થઈ રહી છે. અમારી પાર્ટી ખેડૂતોની માંગણીઓનો પૂર્ણ કરશે. ગરીબો, મજૂરો અને વંચિતોને અમે પૈસા આપી શકીશું.

સાથે જ રાહુલ ગાંધીએ ખેડૂતોની દેવા માફી અને નોટબંધી મામલે પણ પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ત્રણ રાજ્યોમાં દેવું માફ કર્યું. જ્યારે મોદી સરકારે કોઈને પણ પુછ્યા વગર નોટબંધી કરી. જેમાં અનેક લોકો પરેશાન થયા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોંગ્રેસનું મંથનઃ CWCની બેઠક શરૂ

રાહુલ ગાંધીએ કહ્યું કે વર્ષો બાદ CWCની બેઠક ગુજરાતમાં થઈ રહી છે. એવું એટલા માટે કારણ કે દેશમાં 2 વિચારોની લડાઈ છે. અને આ બંને વિચારધારા ગુજરાતથી નીકળી છે.

rahul gandhi sonia gandhi priyanka gandhi congress Gujarat Congress