રાજકોટમાં હાલ ત્રણેય ઋતુનો અહેસાસ : અડધો ઇંચ વરસાદ તૂટી પડ્યો

14 November, 2019 08:40 AM IST  |  Surat | Tejas Modi

રાજકોટમાં હાલ ત્રણેય ઋતુનો અહેસાસ : અડધો ઇંચ વરસાદ તૂટી પડ્યો

પ્રતીકાત્મક તસવીર

રાજકોટ અને બાબરામાં મંગળવારે રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેમ જ ગોંડલમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બાબરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં. એક તરફ શિયાળાની શરૂઆત છે ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટણાં પડ્યાં છે. રાજકોટમાં મંગળવારે રાત્રે ૮.૩૦ વાગ્યે અચાનક અડધો ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જોરદાર ઝાપટું વરસી જતાં રસ્તાઓ પાણીથી તરબતર થઈ ગયા હતા. શિયાળાનો આરંભ થઈ ચૂકયો છે ત્યારે કમોસમી વરસાદથી આશ્ચર્ય છવાયું છે. મહાનગરપાલિકાની ફાયર શાખાએ જણાવ્યું કે રાત્રે ૯ વાગ્યા સુધીમાં મધ્ય રાજકોટમાં ૧૧ એમએમ, પશ્ચિમમાં પાંચ એમએમ અને પૂર્વમાં ૭ એમએમ વરસાદ નોંધાયો હતો.

gujarat Gujarat Rains surat