નૉટબંધી 2.0 : કોરોનાને રોકવા માટે હવે અમદાવાદ કૅશલેસ બનશે

12 May, 2020 09:44 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

નૉટબંધી 2.0 : કોરોનાને રોકવા માટે હવે અમદાવાદ કૅશલેસ બનશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી વચ્ચે હવે અમદાવાદમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કૅશલેશ બનવા જઇ રહી છે. ચલણી નોટ દ્વારા કોરોનાનો ચેપ ફેલાઇ શકતો હોવાથી તેને અટકાવવા માટે હવે અમદાવાદ કૅશલેસ બનશે. અમદાવાદમાં હોમ ડિલિવરીને પરમિટ કરવામાં આવી છે પણ કૅશ ઓન ડિલિવરી પર પ્રતિબંધ મુક્યો છે તેમજ કૅશલેસ ડિલિવરી અને કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપતો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગઇકાલે કર્યો હતો.

અમદાવાદમાં આવેલી શાકભાજી, ફળો, દૂધ, કરીયાણા વગેરેની આશરે ૧૭ હજાર દુકાનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુદી જુદી ટીમો બનાવી છે, આ ટીમો દરેક દુકાન પર જઇને મોબાઇલ ફોનમાં ઓનલાઇન પેમેન્ટ એપ ઇન્સ્ટોલ કરશે, ટેક્નિકલ સહાય પૂરી પાડશે અને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુ.પી.આઇ.) દ્વારા ચૂકવણીને લોકપ્રિય બનાવશે.તેનાથી ચલણી નોટો મારફતે ચેપ ફેલાતો અટકશે.

અમદાવાદ શહેરમાં કોવિડ – ૧૯ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટેના વિશેષ અધીકારી ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ ગઇકાલે કહ્યું હતું કે ‘તા.૧૫ મેથી લૉકડાઉન ખુલ્યા પછી ગ્રોસરી, ફળ, શબ્જી, દુધ, ફળ ઇત્યાદીની ડિલિવરી માટે નવી માર્ગદર્શિકા ડીકલેર કરી છે.અમદાવાદમાં ૩૦થી ૪૦ હજાર હોમ ડીલીવરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરાય છે તે બધાને કૅશ ઓન ડિલિવરી પ્રતિબંધ કરવામાં આવી છે.કેમકે કરન્સી નોટ દ્વારા કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે.એટલે અમદાવાદમાં કૅશ ઓન ડિલિવરીને પ્રતિબંધ કરીને કૅશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેટલા પણ કૅશલેસ પ્લેટફોર્મ છે યુ.પી.એ.છે તેના માધ્યમથી લોકો ઓર્ડર કરીને હોમ ડિલિવરીનો લાભ લઇ શકે છે.’

gujarat shailesh nayak ahmedabad coronavirus covid19