ટેસ્ટિંગ રેશિયો ઘટાડાયો, જો ટેસ્ટિંગ વધે તો શું કેસની સંખ્યા વધવાનો ડર?

17 May, 2020 09:57 AM IST  |  Ahmedabad | Agencies

ટેસ્ટિંગ રેશિયો ઘટાડાયો, જો ટેસ્ટિંગ વધે તો શું કેસની સંખ્યા વધવાનો ડર?

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્ટની છેલ્લા ૧૫ દિવસમાં સ્થિતિ ખૂબ જ વણસી છે એ પણ હકીકત છે. ગુજરાતમાં પૉઝિટિવ કેસનો આંક ૧૦ હજાર નજીક પહોંચી ગયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે ટેસ્ટિંગ કરીને પૉઝિટિવ દરદીઓને શોધવામાં આવી રહ્યા છે, જે દરમ્યાન ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસમાં ૬૪ હજાર જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે જેમાં લગભગ ૫૫૦૦થી વધારે પૉઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં મે મહિનામાં ૫૫૩૭ કેસ નવા નોંધાયા છે. રાજ્યમાં ૩૦ એપ્રિલ સુધીમાં ૪૩૯૫ કેસ હતા. અર્થાત ૧૫ દિવસમાં ડબલ કરતાં પણ વધારે કેસ ફક્ત ૧૫ દિવસમાં નોંધાયા છે.

ગુજરાતમાં છેલ્લા ૫ દિવસમાં ટેસ્ટિંગ ઘટાડ્યું છે કે પછી ઘટ્યું છે પરંતુ આંક પ્રમાણે છેલ્લા ૫ દિવસમાં ૩૦૦૦થી પણ ઓછું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. ગુજરાતમાં ૧થી ૧૦ મે સુધીમાં ૪૯,૪૮૬ ટેસ્ટિંગ કરાયા છે. અર્થાત એવરેજ ૫૦૦૦ ટેસ્ટિંગ કરાતા હતા. ગુજરાતમાં ઓછા ટેસ્ટિંગ વચ્ચે પણ પૉઝિટિવ કેસ ૩૦૦ પ્લસ આવ્યા છે. ૧થી ૧૦ મે દરમ્યાન ૧૦ દિવસમાં એવરેજ ૩૮૦ પૉઝિટિવ કેસ નોંધાતા હતા. આ દરમ્યાન ૫૦૦૦ જેટલા ટેસ્ટિંગ થતા હતા. છેલ્લા ૫ દિવસમાં એવરેજ ૩૪૭ પૉઝિટિવ કેસ બહાર આવી રહ્યા છે.

gujarat ahmedabad coronavirus covid19 lockdown