સુરતની 165 માર્કેટ સપ્તાહમાં હવેથી પાંચ દિવસ ચાલુ રહેશે

25 June, 2020 11:29 AM IST  |  Surat | Agencies

સુરતની 165 માર્કેટ સપ્તાહમાં હવેથી પાંચ દિવસ ચાલુ રહેશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના વધતા કેસને લઈને સુરતની ચિંતા વધી છે. ડાયમન્ડ ઉદ્યોગ બાદ ટેક્સટાઇલ માર્કેટમાં આ વાઇરસનું સંક્રમણ આગળ વધી રહ્યું છે ત્યારે એને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા બેઠક બાદ અનેક નવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી. જોકે આ મીટિંગમાં મહાનગરપાલિકાના કમિશનર, મેયર અને કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા ઉદ્યોગપતિ જોડાયા હતા અને શનિ-રવિ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત પાંચ દિવસથી સુરતમાં દરદીઓની સેન્ચુરી ઉપર સંખ્યા નોંધાઈ રહી છે, જેને લઈને આ મીટિંગ કરવામાં આવી છે. ‍શહેરમાં ૪૧૯ રત્નકલાકારો સંક્રમિત થયા હતા ત્યારે અત્યાર સુધીમાં ટેક્સટાઇલ માર્કેટમાં ૮૨ કેસ આવતાં ચિંતા વધી છે. કોરોના વાઇરસના સંક્રમણ બાદ લૉકડાઉન આપવામાં આવ્યું હતું, જ્યારે અનલૉક શરૂ થતાંની સાથે વેપાર-ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે પણ અમદાવાદ બાદ સુરતમાં સતત કેસ વધી રહ્યા છે. જોકે સૌથી વધુ આ વાઇરસનું સંક્રમણ સુરતના ડાયમન્ડ ઉદ્યોગના કર્મચારીઓને થયું હતું.

આને લઈને તંત્ર દ્વારા ડાયમન્ડ ઉદ્યોગના આગેવાનો સાથે મીટિંગ કરી આ સંક્રમણ ઘટાડવા માટે નવી ગાઇડલાઇનમાં ફેરફાર કરી જરૂરી તમામ બાબતની તકેદારી રાખવાની સૂચના અપાઈ છે.

gujarat surat coronavirus covid19 lockdown