Coronavirus: ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન 710 વકીલ પણ કોરોના સંક્રમિત

04 May, 2021 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના મહામારીને એક વર્ષ પૂરું થયા પછી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતમાં રાજ્યના વકીલોને તેમના સંક્રમિત થવા તેમજ આર્થિક સહાયના સંબંધે આવેદન માગ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન 710 વકીલ પણ આથી સંક્રમિત થયા. ગુજરાત બાર કાઉન્સિલ આ વકીલોને 90 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે. બાર કાઉન્સિલ ઑફ ગુજરાતની ગયા અઠવાડિયે થયેલી બેઠકમાં કોરોનાથી સંક્રમિત થયેલા વકીલોને આર્થિક સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. કોરોના મહામારીને એક વર્ષ પૂરું થયા પછી બાર કાઉન્સિલ ઑફ ગુજરાતમાં રાજ્યના વકીલોને તેમના સંક્રમિત થવા તેમજ આર્થિક સહાયના સંબંધે આવેદન માગ્યા હતા.

રાજ્યના લગભગ 710 વકીલોએ બાર કાઉન્સિલને આવેદન મોકલીને આર્થિક સહાયની માગ કરી હતી. આમાંથી 75 વકીલોને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું જ્યારે 635 લોકોએ હોમ આઇસોલેશનમાં રહેલા વકીલોને તરત 10-10 હજારની પ્રાથમિક સહાયતા જ્યારે હૉસ્પિટલમાં દદાખલ થઈને સારવાર લેનાર વકીલોને 30-30 હજારની આર્થિક સહાય અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી 6 મેના ફરી એકવાર કાઉન્સિલ ઑફ ગુજરાતની કાર્યકારિણીની બેઠક થશે જેમાં વકીલોને આર્થિક સહાય સંબંધે ચર્ચા કરવામાં આવશે. હાલ બાર કાઉન્સિલે રાજ્યના કોરોનાથી પીડિત થયેલા વકીલોને લગભગ રૂપિયા 90 લાખની સહાયતા પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા બાર કાઉન્સિલ ઑફ ગુજરાતે લૉકડાઉન પછી વકીલોની આર્થિક સ્થિતિને જોતા તેમણે પોતાના કામની મર્યાદા પ્રમાણે કોઇ વેપાર નોકરી અથવા બિઝનેસ કરવાની પણ છૂટ આપી હતી. 

gujarat coronavirus covid19 national news