ગુજરાત સરકારે હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને આપી રાહત

08 June, 2021 01:08 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

કોરોનાના કારણે વિજય રૂપાણીની ગુજરાત સરકારે રાજ્યમાં હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને પ્રૉપર્ટી ટૅક્સમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે, જેના પગલે મુશ્કેલીમાં મુકાયેલા ધંધાર્થીઓને સરકારના આ નિર્ણયથી આર્થિક લાભ થશે.

વિજય રૂપાણી

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગઈ કાલે મળેલી ગુજરાત સરકારની કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ગુજરાતમાં ૧ એપ્રિલ ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીના એક વર્ષના સમય માટે હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને પ્રૉપર્ટી ટૅક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે.

આ ઉપરાંત હોટેલ, રિસૉર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટર પાર્ક્સને વીજ બિલમાંથી ફિક્સ ચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય એના પર જ વીજ બિલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

ગુજરાતમાં ગઈ કાલે કોરોનાના 778 નવા કેસ નોંધાયા અને ૧૧ જણનાં મૃત્યુ થયાં હતાં. કુલ ૨૬૧૩ લોકોને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો હતો.

gujarati mid-day Vijay Rupani coronavirus covid19 gujarati film